સુખડી (Sukhdi Recipe In Gujarati)

Jyoti Seta
Jyoti Seta @cook_26394103

સુખડી (Sukhdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
૨ લોકો
  1. ૨ કપઘઉંનો ઝીણો લોટ
  2. ૧ કપગોળ
  3. જરૂર મુજબ ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગેસ મધ્યમ આંચ પર ચાલુ કરીને તેના પર કડાઈ મુકી, તેમાં ઘી ગરમ થવા દેવું. ઘી ગરમ થાય એટલે તેમાં ધીમે ધીમે લોટ ઉમેરતાં જવું. સતત હલાવતા રહેવું. લોટના ગાઠ્ઠા ન રહે.

  2. 2

    હવે લોટ સરસ રીતે શેકાઈ જાય એટલે સુગંધ આવવા લાગે, રંગ થોડો બદલાયો હોય, થોડું ઘી છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    ગેસ બંધ કર્યા પછી તેમાં બધો ગોળ નાંખી સતત હલાવતા જવું.

  4. 4

     મીક્ષ થઈ જાય એટલે સુખડીને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દેવી. અને ચપ્પાની મદદથી કાપા પાડી લેવા.

  5. 5

    સુખડી તૈયાર છે. 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Seta
Jyoti Seta @cook_26394103
પર

ટિપ્પણીઓ

Similar Recipes