દૂધી નો હલવા (Dudhi Halwa Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ દૂધી
  2. ૧/૨ લિટરદૂધ
  3. ૨ મોટી ચમચીઘી
  4. ૬ મોટી ચમચીખાંડ
  5. ૨ ચમચીમલાઈ (ઓપ્શનલ)
  6. ૧/૨ ચમચીઈલાયચી અને જાયફળ પાઉડર
  7. ડ્રાયફ્રૂઇટ જરૂર મુજબ
  8. ચપટીગ્રીન ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ધોઈ ખમણી લો. હવે નોનસ્ટિક પેન માં ૧ ચમચી ઘી લઇ ગરમ કરી તેમાં ખમણેલી દૂધી સાંતળી લો.

  2. 2

    દૂધી ને બરાબર ૫ થી ૭ મિનિટ સાંતળી લઇ તેમાં ૧/૨ લીટર દૂધ ઉમેરો. હવે ગેસ ફાસ્ટ જ રાખી દૂધ ને બળવા દો. હલાવતા રહેવું બરાબર જેથી હલવો ચોંટવા ના લાગે. (મલાઈ પણ ઉમેરી શકો છો.)

  3. 3

    થોડું દૂધ બળે અને હલવો ઘટ્ટ થાય એટલે એમાં ચપટી ગ્રીન કલર ઉમેરો.

  4. 4

    કલર ને બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ૬ મોટી ચમચી ખાંડ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ બધું બરાબર હલાવી દો. ત્યારબાદ ઉપર ૧/૨ ચમચી ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરી દો.

  6. 6

    હવે બધું ફરીથી હલાવી દૂધ બધું બળી જવા દો. હલાવ્યા કરવું.

  7. 7

    તો હવે દૂધી નો હલવો તૈયાર થઇ ગયો છે. ઉપર થી ૧ ચમચી ઘી નાખી અને જરૂર મુજબ ડ્રાયફ્રુટ નાખી તમે હલવો સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

Similar Recipes