મગસ (Magas Recipe in Gujarati)

Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
Kamrej

# માંતાજી નો પ્રસાદ
મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે.

મગસ (Magas Recipe in Gujarati)

# માંતાજી નો પ્રસાદ
મગજ એક ગુજરાતી મિઠાઈ છે , જે દરેક ઘરમાં બધાને પસંદ અને વાર તહેવારે બનતી મિઠાઈ છે.જે માં મૂખ્ય ત્રણ સામગ્રી હોય છે. ચણાનો લોટ, ઘી અને ખાંડ.મગજ એક પ્રસાદ તરીકે પણ આપવામાં આવે છે.અંબાજી મંદિરમાં તો રોજ નો કેટલો મગજ બનાવાય છે. મગજ નામ એક જ છે પણ બનાવવાની રીત બધાની અલગ-અલગ હોય તો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. કોઈ બરફી ના આકારમાં બનાવે છે તો કોઈ લાડુ , મેં બરફી ના આકાર આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોચણાનો કકરો લોટ
  2. 1 કિલોઘી
  3. 750 ગ્રામદળેલી ખાંડ
  4. અડધો કપ બદામની કાતરી
  5. 2 ચમચીદળેલી ઇલાયચી
  6. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ લઈ તેની કણક પાડી લો, તેનાં માટે એક મોટી થાળીમાં લોટ લઈ તેમાં દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને અનાજ ચારવાનો મોટો ચારણો લઈ ચારીને કણક પાડી લો. તમને સમજ પડે તેના માટે સ્ટેપ બાય સ્ટેપ ફોટા નીચે મુજબ છે.

  2. 2

    હવે એક જાડા તળિયા વારું મોટું વાસણ ગરમ કરવા મૂકવું અને પછી ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં માંતાજી નું નામ લઈને લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરો. જ્યારે ઘી મૂકો ત્યારે બધું સાથે મૂકવાનૂ નથી કેમકે કોઈ વાર અમુક દાળનો લોટ વધારે ઘી નથી પીતો એટલે જોયને લાગે તો ઉપરથી પણ પાછૂ ઘી ઉમેરી શકાય છે.

  3. 3

    ત્યારબાદ ધીમા તાપે થવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. નીચે લાગી જાય તો ટેસ્ટ સારો નથી આવતો, તો ખાસ ધ્યાન રાખવું.

  4. 4
  5. 5
  6. 6

    જેમજેમ થવા લાગે તેમતેમ લોટ શેકાઈ જાય તેની સુગંધ આવે છે.અને કલર પણ બદલાતો જાય છે. તમે નીચે ફોટા માં જોઈ શકો છો.

  7. 7

    શેકાઈ જાય એટલે તેનો કલર લાલાશ પડતો આવી જાય છે અને સુગંધ પણ સરસ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને હલાવતા રહો.

    થોડીવાર પછી તે શેકાઈ ગયા લોટ ને મોટા વાસણમાં કાઢી હલાવતા જાવ અને એક ચમચી ઇલાયચી પાઉડર ઉમેરો.જો આપણે તેને બીજા વાસણમાં કાઢી એ નહીં તો તે વધારે શેકાઈ જાય એટલે તરત જ તેને બીજા વાસણમાં કાઢી લો.

  8. 8

    એકદમ ઠંડુ થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરો. ખાંડ સ્વાદ અનુસાર ઓછી કે વધારે નાખી શકાય. ખાંડ એકદમ ઠંડુ થઈ જાય પછી જ ઉમેરવી નહીં તો ચાસણી જેવું બની જાય.

  9. 9

    તે મિક્સ કરો ત્યારે પણ થોડી વાર હાથ થી ફીણાતો
    અને એકદમ હલકું થઈ જાય ત્યાં સુધી ફીણો. પછી ગ્રીસ કરેલી થાળીમાં થાળી દો. અને ઉપર બદામની કાતરી અને ઇલાયચી પાઉડર નાખી ૪ થી ૫ કલાક સુધી રહેવા દો અને થરી જાય પછી તેને કાપી લો અને પ્રસાદ માટે દબ્બામા ભરી લો.
    જય માતાજી

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minal Rahul Bhakta
Minal Rahul Bhakta @cook_26039803
પર
Kamrej
Real cooking is not about following recipes it's about following heart.I love cooking.And also I met so many friend here.
વધુ વાંચો

Similar Recipes