બદામ મગસ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#Cb4
#week4
#chhappan_bhog
#magas
#almond
#prasad
#sweet
#festival
#CookpadIndia
#COOKPADGUJRATI
ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ બનાવવામાં સહેલી છે ફટાફટ બની જાય છે પ્રોટીનથી ભરપૂર છે તથા નાના-મોટા સૌને પસંદ પડે છે પ્રસાદમાં પણ આ વાનગી નો ઉપયોગ થાય છે. મેં અહીં મગસ ને બદામ સાથે તૈયાર કરેલ છે.

બદામ મગસ

#Cb4
#week4
#chhappan_bhog
#magas
#almond
#prasad
#sweet
#festival
#CookpadIndia
#COOKPADGUJRATI
ચણાના લોટમાંથી બનતી આ મીઠાઈ બનાવવામાં સહેલી છે ફટાફટ બની જાય છે પ્રોટીનથી ભરપૂર છે તથા નાના-મોટા સૌને પસંદ પડે છે પ્રસાદમાં પણ આ વાનગી નો ઉપયોગ થાય છે. મેં અહીં મગસ ને બદામ સાથે તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 કપચણાનો લોટ
  2. પા કપ બદામની કતરણ
  3. અડધો કપ થી સહેજ વધારે ઘી
  4. 3/4 કપદળેલી ખાંડ
  5. ચપટીઈલાયચી પાવડર
  6. ધાબો દેવા માટે: બે ચમચી દૂધ અને બે ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બદામની કતરણ ને ઘીમાં સાંતળી લો અને તેને એક તરફ અલગ ડીશમાં કાઢી લો.

  2. 2

    ચણાના લોટને ઘી અને દૂધથી ધાબો દઈને, ઘઉં ચાળવા ના ચરણો થી ચાળી લો. પછી ઘી માં તેને ઉમેરીને સતત હલાવતા રહો તેનો કલર બદલાય જાય અને લોટ શેકાવવાની ની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકો.

  3. 3

    સેકેલો લોટ ઠંડો પડે એટલે તેમાં દળેલી ખાંડ, બદામની કતરણ (૨ ચમચી બદામની કતરણ ઉપરથી ભભરાવવા માટે રહેવા દો) અને ઇલાયચીનો પાવડર ઉમેરી જેથી ગ્રીસ કરેલી થાળી માં તેને ઠારી દો પછી તેના ઉપર બાકી રહેલી બદામની કતરણ ભભરાવી દો ને તેને સહેજ પ્રેસ કરી લો. દસ મિનિટ પછી તેમાં કાપા પાડી દો.

  4. 4

    તો તૈયાર છે આપણો બદામ મગસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes