મગસ ની લાડુડી (Magas recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#CB4
#cookpad_guj
#cookpadindia
મગસ એ ભારતભરમાં પ્રખ્યાત એવી ચણા ના લોટ(બેસન)માંથી બનતી મીઠાઈ છે. જો કે જુદા જુદા સ્થળ પર જુદા નામ થી ઓળખાઈ છે જેમ કે બેસન બરફી, બેસન લડડું. અને સ્વામિનારાયણ મંદિર ના પ્રખ્યાત પ્રસાદ "મગસ ની લાડુડી " થી તો આપણે સૌ કોઈ જાણકાર જ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 1.5 કપચણા નો લોટ
  2. 1 કપઘી
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1/4 કપબદામ નો ભૂકો (વૈકલ્પિક)
  5. 1 ચમચીએલચી પાવડર
  6. 1/4 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    હૂંફાળા દૂધ માં 2 ચમચા ઘી નાખી ને ભેળવી લો. અને આ મિશ્રણ થોડું થોડું કરી ચણા ના લોટ માં નાખી ભેળવતા જાઓ. (ધાબો દેવો).જરૂર પૂરતું જ મિશ્રણ ઉમેરવું, વધારે નહીં. દબાવી ને થોડી વાર રાખી દો.

  2. 2

    પછી ચારણા થી હલકા હાથે દબાવી ચાળી લો.

  3. 3

    ઘી ગરમ મુકો અને તૈયાર કરેલો લોટ ઉમેરી, સુગંધિત અને હળવો થઈ જાય ત્યાં સુધી હલકી આંચ પર સેકો.

  4. 4

    બદામ નો ભૂકો નાખી એક બે મિનિટ સેકો. પછી એલચી પાવડર નાખી ભેળવી ને આંચ બંધ કરો.

  5. 5

    હવે તેને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય એટલે દળેલી ખાંડ નાખી સરખું ભેળવી લો અને પછી લાડુડી વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes