શેર કરો

ઘટકો

૧ કલાક
---------
  1. 500 ગ્રામચણાનો કરકરો લોટ
  2. 350 ગ્રામખાંડ
  3. 400 ગ્રામઘી
  4. 200 મીલી દૂધ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. જરૂર મુજબબદામ - પિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બે ચમચી દૂધ અને બે ચમચી ઘી બન્ને સાથે હુંફાળુ ગરમ કરી લોટને ધાબો દેવો, થોડુ દૂધ વધારે હોય તેને બાજુમા રાખવુ પછી કામમાં આવશે. ત્યારબાદ ઘઉં ચાળવાના ચારણાથી લોટને ચાળી લેવો. હવે એક મોટા વાડકામાં ઘી ગરમ થાય એટલે તેમા લોટને ધીમા તાપે શેકવો, લોટ ગુલાબી અને કણીદાર દેખાય ત્યારે તેમા વધેલુ દૂધ થોડુ થોડુ એડ કરવુ, એવુ બે થી ત્રણ વાર કરવુ જેથી લોટમાં માવા જેવી કણી બનશે,

  2. 2

    લોટને ચોકલેટ જેવો બ્રાઉન શેકવો, શેક્યા બાદ ગેસ બંધ કરી નીચે ઉતારી પાંચ મિનિટ હલાવતા રહેવું, તે દરમ્યાન ચાસણી માટે ખાંડ અને પાણી ઉકાળી બે તારની ચાસણી તૈયાર કરવી.

  3. 3

    પછી બન્ને ને પાંચ મિનિટ ઠંડું કરી શેકેલા લોટમાં ચાસણી ઉમેરી બરાબર હલાવી મિક્સ કરવુ, કિનારી પર ઘી ની ધાર દેખાય ત્યારે થાળીમાં ઠારી દેવું.

  4. 4

    ઉપરથી બદામ- પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરવુ. ૪-૫ કલાક માટે સેટ થાય એટલે કાપા પાડી ટુકડા તૈયાર કરવા.

  5. 5

    આ રીતે મોહનથાળ બનાવવા માટે માવા કે કલર ની જરૂર નથી પડતી. તૈયાર છે મોહન માટે નો મોહનથાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes