સેવ નો દૂધપાક (sev no doodhpak recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  2. 1 વાટકીસેવ
  3. 1 ચમચીઘી
  4. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. 1 નાની વાટકી ઠંડા દૂધ માં મિક્સ કરેલ
  6. સ્વાદ મુજબ ખાંડ
  7. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  8. ગાર્નિશીંગ માટે
  9. જરૂર મુજબ બદામ-પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો.

  2. 2

    દૂધમાં એક ઉભરો આવે પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે દૂધ ને 2-3 મિનિટ સતત હલાવતા રહો.ગેસ ની આંચ ધીમી કરી દો.

  4. 4

    હવે એક પેન માં ઘી ગરમ મૂકી તેમાં સેવ નાખી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.અને શેકાઈ ગયા બાદ તેને ઉકળતાં દૂધ માં નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી લો.અને તેને ઉકળતાં દૂધમાં નાખી ઉકળવા દો. અને સતત હલાવતા રહો.

  6. 6

    5-6 મિનિટ ઉકળ્યા બાદ દૂધ ઘટ્ટ થઈ જશે.પછી ગેસ બંધ કરી દો.હવે તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી ઠંડુ થવા દો.ઠંડુ થયા બાદ તેને ફ્રીઝ માં1 કલાક ઠંડુ થવા મુકો.

  7. 7

    હવે આપણો દૂધપાક તૈયાર છે. તેમાં બદામ- પિસ્તા ની કતરણ નાખી સર્વ કરો.

  8. 8

    તો તૈયાર છે આપણો ટેસ્ટી અને મીઠો મધુરો સેવ નો દૂધપાક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes