મિક્સ શાક (Mix Shaak Recipe in Gujarati)

Shobha Rathod
Shobha Rathod @cook_19910032
Rajkot Gujarat
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામલીલી ડુંગળી ઝીણી સમારેલી
  2. દોઢ 100 ગ્રામ લીલા વટાણા
  3. ૧ કપપલાળેલા બાસમતી ચોખા
  4. 1 વાટકીબાફેલી તુવેરદાળ લાલ મરચા સાથે
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  8. 250 ગ્રામ ગ્રામ ઝીણા સમારેલા ટામેટા
  9. ૧ ચમચી1/2ચમચી ગરમ મસાલો
  10. 1 ચમચીલસણ આદુ લાલ મરચાનુ પેસ્ટ
  11. તેલ વઘાર માટે
  12. 1 ચમચીવઘાર માટે રાઈ-જીરું
  13. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકરમાં તેલ મૂકી રાઈ જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી સમારેલા લીલા કાંદા ટામેટા નાખી સાંતળો.

  2. 2

    પછી તેમાં આદુ લસણ લાલ મરચાની પેસ્ટ ઉમેરો ધાણાજીરૂ,સ્વાદ અનુસાર મીઠું અને વટાણા નાખી સરખી રીતે સાંતળો.પછી પાણી ઉમેરી કૂકરના ઢાંકણ બંધ કરી દો. હવે બે સીટી કરો હવે લીલી ડુંગળી અને વટાણા નુ શાક રેડી.

  3. 3

    હવે એક તપેલીમાં તેલ મૂકી જીરું નો વઘાર કરી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી સાંતળો પછી તેમાં બાસમતી ચોખા પલાળેલા ઉમેરો પાણી નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી એને સીજવા દો.

  4. 4

    હવે બાફેલી તુવેરદાળ જેમાં તા તાજા લાલ મરચાં નાખીને અને મીઠું અને હળદર પાઉડર નાખીને બાફી ને રાખી મૂકો.હવે એક તપેલીમાં તેલ મૂકી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી,ટામેટાં,આદુ લસણની પેસ્ટ નાખીને સાંતળો.

  5. 5

    પછી તેમાં ગરમ મસાલો નાખો અને છેલ્લે બાફેલી તુવેરની દાળ ઉમેરી પાણી નાખી બે મિનિટ થવા દો.

  6. 6

    તૈયાર છે લીલી ડુંગળી તુવેરની દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shobha Rathod
Shobha Rathod @cook_19910032
પર
Rajkot Gujarat
loves cooking and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes