ખજૂર ઘેવર(Khajur ghevar recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#MW1
આ રેસીપી મારી પોતાની અને મારા મિત્રની ઇનોવેટિવ રેસીપી છે, કે જે એક ખૂબ નવીન લાગે છે અને ખુબ સરસ છે.... અને શિયાળા માટે એક બેસ્ટ રેસીપી છે, કે જેમાં બધા જ જાતના પોષક તત્વો મળી રહે છે...
તો ચાલો જલ્દીથી જોઈ લઈએ તેની રેસિપી......

ખજૂર ઘેવર(Khajur ghevar recipe in Gujarati)

#MW1
આ રેસીપી મારી પોતાની અને મારા મિત્રની ઇનોવેટિવ રેસીપી છે, કે જે એક ખૂબ નવીન લાગે છે અને ખુબ સરસ છે.... અને શિયાળા માટે એક બેસ્ટ રેસીપી છે, કે જેમાં બધા જ જાતના પોષક તત્વો મળી રહે છે...
તો ચાલો જલ્દીથી જોઈ લઈએ તેની રેસિપી......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
1 લોકો માટે
  1. ખજૂર ઘેવર બનાવવા માટે
  2. 1પેકેટ ખજૂર ઠળિયા વાળો
  3. 1 મોટી ચમચીઘી
  4. સ્ટફિંગ બનાવવા માટે----
  5. ૨ ચમચીસીંગદાણા
  6. ૨ ચમચીટોપરા નો ભુક્કો
  7. 5 ગ્રામકાજુ
  8. 5 ગ્રામબદામ
  9. 6-7દાળા ચારોળી
  10. 1 ચમચીઘી શેકવા માટે
  11. -ડેકોરેશન માટે
  12. થોડી પિસ્તા ની કતરણ
  13. થોડી ખસખસ
  14. થોડી ચરોળી ની કટકી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાળા ઠળિયા વાળો ખજૂર લો..... પછી તેના ઠળિયા અને ઉપરના ટોચકા કાઢી લો.... પછી એક નોનસ્ટિક પેનમાં એક ચમચી ઘી લઇ તેમાં ખજૂર ઉમેરી દો..

  2. 2

    ધીમા ગેસ પર તેને સતત હલાવતા રહો. નરમ થાય ત્યાં સુધી હલાવતા રહો.... ત્યારબાદ સ્ટફિંગ કરવા માટે બે ચમચી ટોપરા નો ભૂકો, બે ચમચી સિંગદાણા, થોડા કાજુ બદામ, છ સાત દાણા જ ચારોળી.. મિક્સરમાં ભૂકો કરી લો....

  3. 3

    પછી આ રીતે પાટલા ઉપર મીડિયમ સાઇઝની જાડી ૨ પૂરી વણી લો...

  4. 4

    પૂરી વણાઈ જાય પછી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરી દો.... તે જ રીતે બીજી પૂરી ઉપર ઢાંકી દો... પછી તેને તવા પર એક ચમચી ઘી લગાડી ધીમા ગેસ પર બે મિનિટ માટે સેકી લો......

  5. 5

    ત્યારબાદ તેને પાટલા પર લઈ લો...,

  6. 6

    સર્વ કરતી વખતે તેના પર પીસ્તા ની કતરણ અને ચારોળી ની કટકી, થોડી ખસખસ ઉમેરી દો...

  7. 7

    પછી સર્વિસ પ્લેટમાં લઈ સર્વ કરો.....

  8. 8

    🤩🤩😍🤩🤩🤩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes