તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ને આખી રાત પલાળી લો. હવે તુવેર ને ચોખ્ખા પાણી થી ધોઈ ને કુકર મા લઈ ને 4 થી 5 ગ્લાસ પાણી ઉમેરો અને 4 થી 5 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દો. અને ઠંડી થવા દો. ઠંડી થાય ત્યારે વધારાનું પાણી નિતારી લો.
- 2
હવે એક મોટા વાસણમાં તેલ લઈ ગરમ કરવા માટે મુકો.
- 3
તેલ ગરમ થાય ત્યારે તેમા જીરું, હિગ, અને લીલું લસણ ઉમેરો અને 4 મિનિટ સુધી કુક થવા દો. અને આ બધું જ ધીમી આંચ પર જ કુક થવા દો
- 4
લસણ કુક થાય પછી એમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરીને કુક થવા દો. ત્યારબાદ તેમાં આદું અને મરચાં ની પેસ્ટ ઉમેરી 2 મિનિટ સુધી ચડવા દો.
- 5
ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરીને તેલ છુટું પડે ત્યાં સુધી કુક થવા દો
- 6
હવે તેલ છૂટૂ પડે ત્યારે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો. અને કુક થાય ત્યારે તેમાં બાફેલી તુવેર ઉમેરી બરાબર મિક્ષ કરી તેલ છૂટું પડે ત્યારે સુધી કુક થવા દો.
- 7
તો હવે શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા તૈયાર છે. સર્વિંગ બાઉલમાં સર્વ કરી લો અને ઉપરથી સેવ, ડુંગળી અને કોથમીર થી ગાનિસ કરી લો.
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (2)