સમોસા(Samosa Recipe in Gujarati)

Sona
Sona @cook_27892613

સમોસા નાના મોટા બધાને ખુબ જ ભાવે છે..

સમોસા(Samosa Recipe in Gujarati)

સમોસા નાના મોટા બધાને ખુબ જ ભાવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૩-૪ ચમચી રવો
  3. ૨ ચમચીઘી મોએન માટે
  4. ૧ ચમચીઅજમો
  5. પાણી જરૂર મુજબ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પુરણ માટે
  8. બટાકા ૩-૪
  9. ૧ કપલીલા વટાણા
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ચમચીમરચું
  12. ૧ ચમચીઆંબા પાઉડર
  13. ૧ (૧/૨ ચમચી)ગરમ મસાલો
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૨ ચમચીતેલ
  16. ૧ ચમચીઆખા ધાણા
  17. ૧/૨ ચમચીવરિયાળી
  18. ૧/૨ ચમચીજીરું
  19. આદુ લસણ ની પેસ્ટ (લસણ ના ખાતા હોય તો નહિ નાખવાનું)
  20. ડુંગળી ૧ સમારેલી
  21. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ અને રવો લઈ મિક્સ કરી લો. એમાં ઘી અજમો અને મીઠું સ્વાદાનુસાર નાખી કઠણ લોટ બાંધી લો.. તમે તેલ નું મોઈન પણ લઈ શકો છો પણ ઘી થી ખસ્તા બને છે..

  2. 2

    હવે બટાકા અને વટાણા ને બાફી લો પછી એનો માવો બનાવવા માટે એક વાસણમાં તેલ કો એમાં જીરું વરિયાળી અને આખા ધાણા ને કુટી ને તેલ માં સાંતળો.. પછી ડુંગળી ને સાંતળો હવે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.. હવે એમાં હળદર, ગરમ મસાલો અને મીઠું નાખી બાફેલા બટેકા અને વટાણા મિક્સ કરી લો..

  3. 3

    હવે લોટ માંથી એક નાનો ટુકડો લઈ વણી ને વચ્ચે થી કાપી લો અને સમોસા ના સેપ માં બનાવી ને તળી લો તો તૈયાર છે ટેસ્ટી સમોસા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sona
Sona @cook_27892613
પર

Similar Recipes