સમોસા (Samosa recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે.

સમોસા (Samosa recipe in gujarati)

#આલુ આલુ માંથી ઘણી બધી વાનગીઓ બને છે. આલુ નાના-મોટા બધાને પ્રિય હોય છે. આલુ કોન્ટેસ્ટમાં મે સમોસા બનાવેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામમેંદાનો લોટ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. 2 ટેબલ સ્પૂનતેલ
  5. 1 ટેબલસ્પૂનઘી
  6. (સ્ટફિંગ માટે)
  7. 100 ગ્રામવટાણા
  8. 250 ગ્રામબટેટા
  9. પા ચમચી હળદર
  10. 1 ચમચીમરચું પાવડર
  11. 1/2લીંબુ
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. કોથમીર સ્વાદ પ્રમાણે
  14. તળવા માટે તેલ
  15. સ્વાદમુજબ મીઠુ
  16. 1ઈંચ આદુનો ટુકડો
  17. ૧ નંગલીલું મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈને તેમાં મીઠું અને તેલ અને ghee ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને કઠણ લોટ તૈયાર કરો.

  3. 3

    બટેટા અને વટાણાને બાફી લો. આદુ મરચાં ની પેસ્ટ બનાવો. પેનમાં એક ચમચી તેલ ઉમેરી ને ગેસ ચાલુ કરો. તેલ થાય એટ્લે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો.

  4. 4

    ત્યારબાદ તેમાં વટાણા બટેટા ઉમેરી ને હળદર, મરચું,મીઠું,ગરમ મસાલો, લીંબુ ઉમેરીને બે મિનીટ જેટલું સાંતળો. ઉપરથી કોથમીર ઉમેરી મિક્સ કરો.

  5. 5

    લોટને પાંચથી સાત મિનિટ સુધી મસળી લો. ત્યારબાદ તેના લુઆ કરી તેને લંબગોળાકાર વણી લો.

  6. 6

    વણાઈ જાય એટલે તેને વચ્ચેથી કટ કરો. કટ કરેલી side પર પાણી લગાડી કોન જેવો શેપ આપો. ત્યારબાદ તેમાં ટોપિંગ ભરી લો.

  7. 7

    હવે વચ્ચેથી એક ચપટી લઈ સામેની સાઈડ થોડું પાણી લગાડી અને બંને સાઈડથી પેક કરો. આ રીતે બધા સમોસા તૈયાર કરો.

  8. 8

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં સમોસા ફ્રાય કરો. બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.

  9. 9

    ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા તૈયાર છે. (સમોસા માં ghee ઉમેરવાથી સમોસા ક્રિસ્પી બને છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ

Similar Recipes