જલેબી (Jalebi Recipe in Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમેંદો
  2. 1 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીચોખાનો લોટ
  4. 2 ચમચીદહીં
  5. ઈલાયચી પાઉડર
  6. 1 વાટકીથી ઓછી થોડી ઓછી ખાંડ
  7. કેસરના તાંતણા
  8. તળવા માટે ઘી કે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાટકી મેંદો એક ચમચી ચણાનો લોટ એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરો હવે તેમાં બે ચમચી મોળું દહીં નાખી આઠથી દસ કલાક આથો આવા મૂકી દો હવે સરસ અથવા આવી ગયો હશે હવે તેમાં બે ચમચી ઘી ઈલાયચી પાઉડર અને થોડું પાણી ઉમેરી ખીરું બનાવો ખીરુ એકદમ પાતળું બનાવવું નહીં

  2. 2

    હવે એક પેનમાં ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ચાસણી બનાવો ચાસણી સેજ હાથમાં ચોંટે એવી જ બનાવવાની છે હવે ચાસણીમાં ઇલાયચીના ઈલાયચી દાણા અને કેસર ઉમેરો

  3. 3

    હવે જલેબી તળવા માટે તે તેલ ગરમ મૂકો ખીરાને સોસની બોટલમાં ભરો ગેસ મધ્યમ રાખો અને જલેબી પાડો ધીમા તાપે થવા દો બંને બાજુ બરાબર તળાઈ જાય એટલે ચાસણીમાં ઉમેરો હવે બીજી જલેબી તળાઈ જાય ત્યાં સુધી પહેલાની જલેબીને ચાસણીમાં રાખો આ રીતે બધી જલેબી તળી ચાસણીમાં નાખી કાઢી લો તો રસ જરતી જલેબી ત તેને ગુલાબની પાંદડી અને પિસ્તા થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes