બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

#GA4 #Week19
Keyword : મેથી
શિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....
ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે.

બાજરી-મેથીના ઢેબરાં (Bajri Methi Dhebra Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4 #Week19
Keyword : મેથી
શિયાળામાં બાજરી અને મેથી બન્ને બહુ જ ગુણકારી છે.અને ગુણની સાથે ટેસ્ટ પણ મળી જાય તો પૂછવું જ શું....
ઠંડીમાં કંઈક હેલ્ધી અને તીખું ખાવું હોય તો નાસ્તા માટેની આ એક પરફેક્ટ ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબાજરીનો લોટ
  2. 1/2 કપસમારેલી મેથીની ભાજી
  3. 1/2 કપસમારેલા લીલા ધાણા
  4. 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  5. 1-2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીહળદર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1/2 ચમચીલીંબુનો રસ
  10. 1/2 કપપાણી
  11. રગદોળવા માટે તલ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેથીની ભાજી અને ધાણા લો.તેમાં લોટ મિક્ષ કરો.હવે તેમાં બધા મસાલા,તેલ,લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્ષ કરો...ધીમે ધીમે પાણી ઉમેરતાં જઈ એકદમ નરમ લોટની કણક બાંધો.મરચાંની પેસ્ટ ટેસ્ટ પ્રમાણે વધારે-ઓછી કરી શકાય.

  2. 2

    હવે હથેળીમાં સહેજ તેલ લગાવી હથેળી વડે નાના ચપટા ઢેબરાં બનાવી લો.બધા ઢેબરાંને તલમાં રગદોળી લો.

  3. 3

    તળવા માટે તેલ ગરમ થાય પછી ધીમી આંચે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.ઢેબરાં ધીમી આંચે જ તળવા નહીંતર અંદરથી કાચા રહેશે અને લોટ જેવા લાગશે.

  4. 4

    ગરમાગરમ ટૉમેટો સૉસ કે ગ્રીન ચટણી કે મેથીના સંભારો સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Prit Naik
પર

ટિપ્પણીઓ

Similar Recipes