સ્ટફડ ગાર્લીક બ્રેડ (Stuffed Garlic Bread Recipe in Gujarati)

#GA4
#Week20
#Garlic_Bread
#Stuffed_Garlic_Bread
#Cookpadindia
આ ગાર્લીક બ્રેડ મે યીસ્ટ નો ઉપયોગ કર્યાં વગર બનાવેલી છે ઈસ્ટ ના જગ્યા એ ખાટાં દહીં નો ઉપયોગ કરેલ છે રેસીપી શેર કરૂ છું સ્ટફડ ગાર્લીક બ્રેડ તમે પણ બનાવો
સ્ટફડ ગાર્લીક બ્રેડ (Stuffed Garlic Bread Recipe in Gujarati)
#GA4
#Week20
#Garlic_Bread
#Stuffed_Garlic_Bread
#Cookpadindia
આ ગાર્લીક બ્રેડ મે યીસ્ટ નો ઉપયોગ કર્યાં વગર બનાવેલી છે ઈસ્ટ ના જગ્યા એ ખાટાં દહીં નો ઉપયોગ કરેલ છે રેસીપી શેર કરૂ છું સ્ટફડ ગાર્લીક બ્રેડ તમે પણ બનાવો
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ મેંદા નો લોટ મા 1 ચમચી ખાંડ, 1/2 ચમચી ખાવાનો સોડો,1/2 ચમચી બેકીંગ પાઉડર, 1/2 ચમચી મીઠું, 1 ચમચી ઓરેગીનો શીઝનીંગ, 6 ચમચી ખાંટુ દહીં, 1 વાટકી દૂધ, અને 2 ચમચી તેલ નાખી લોટ બાંધી લેવો ઉપર થી 3 ચમચી તેલ ઉમેરી મસળી લો અને બાંધેલા લોટ ને કૉટન ના કપડા ને પાણી મા ભિનાવી 15 મિનિટ ઢાંકી દો
- 2
10 થી 12 લસણ ની કળી ને બારીક કુટી ને 50 ગ્રામ અમુલ બટર મા 1 ચમચી ઓરેગીનો શીઝનીંગ સાથે 1 વાટકી મા મિક્ષ કરી લો
- 3
સ્ટફીંગ માટે ની સામગ્રી 1 શિમલા મરચું ને લાંબી કાપી લેવી 2 કાંદા ને કયુબ મા કાપી લેવા 1 વાટકી બાફેલા મકાઈ ના દાણા, ધાણા લેવા અને છેદાર ચીઝ,, મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ લેવી સાથેજ ચીલી ફલેકસ લેવા
- 4
15 મિનિટ બાદ લોટ ફુલી ગય હોવાથી 2 મિનિટ સરસ મસળી લેવો પછી લોટ ને 3 હિસ્સા મા કાપી લેવો અને વેલણ ની મદદ થી સરસ વેલી લો પછી તેના ઉપર તયાર કરેલું લસણ ને બટર નો પેસ્ટ લગાવી
- 5
સ્ટેપ બાય સ્ટેપ શિમલા મરચું,કાંદા ના કયુબ, મકાઇ ના દાણા અને ચીઝ નાખી બીજા સાઇડ થી કવર કરી લો ને ઉપર ચાકુ ની મદદ થી લાંબા કાપ મારી લો પછી ઉપર ફરીથી બટર અને લસણ નો પેસ્ટ લગાવવો અને ઉપરથી ઓરેગીનો શીઝનીંગ ને ચીલી ફલેકસ નાખી 180° ડીગ્રી તાપમાન પર ઓવન મા 15 મિનિટ પાકવા દો
- 6
- 7
તો તયાર છે સ્ટફડ ગાર્લીક બ્રેડ ટોમેટો સોસ અને મેયોનીઝ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (2)