ચોળાની દાળના ઢોકળા (Chola dal dhokla recipe in Gujarati)

Ushaben shrimankar
Ushaben shrimankar @cook_22008120
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 વાટકીચોળાની દાળ
  2. ૧/૪ વાટકી મગની દાળ
  3. ૧/૪ વાટકી અડદની દાળ
  4. ૧/૪ વાટકી ચણાની દાળ
  5. 1 કપદહીં
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૧/૨ ચમચી હળદર
  8. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  9. 1 મોટી ચમચીઈનો
  10. 2 ચમચીગરમ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળને રાત્રે ધોઈને પલાળી દેવી. ત્યારબાદ સવારે મિક્સરમાં થોડું દહીં નાખી પીસી લેવી

  2. 2

    હવે આ ખીરાને સૂર્યપ્રકાશમાં મૂકી દેવુ. એટલે આ પ્રકારનું ખીરું તૈયાર થઈ જશે. ત્યારબાદ આ ખીરામાં થોડું મીઠું આદું-મરચાંની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર અને એક ચમચી ઈનો ઉમેરવો અને ઈનો ઉપર બે ચમચી ગરમ તેલ રેડવું. ત્યારબાદ એક્ સાઇડ હલાવી લેવું એટલે આ પ્રકાર નું ખીરું તૈયાર થઇ જશે

  3. 3

    હવે ઢોકળીયા મા નીચે થોડું તેલ લગાવી અને ખીરું રેડતા જવું. ત્યારબાદ તેમાં ઉપર થોડો મરચાંનો ભૂકો તથા કોથમીર ભભરાવવી. 15 મિનિટ સુધી મીડીયમ તાપે ઢોકળા થવા દેવા

  4. 4

    તૈયાર છે ચોળાની દાળના ઢોકળા સર્વ કરવા માટે તેલ તથા લસણની ચટણી સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushaben shrimankar
Ushaben shrimankar @cook_22008120
પર
Ahmedabad

Similar Recipes