કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
૪-૫ લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૪-૫ ટામેટા
  3. કાંદા
  4. ૨ ચમચીકાજુ બદામ નો ભુક્કો
  5. ૧ ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીદહીં
  7. ૧/૪ ચમચીઆખું જીરુ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણા જીરુ
  11. ૧/૪ ચમચીગરમ મસાલો
  12. ૧/૪ ચમચીકિચનકિંગ મસાલા
  13. જરૂર મુજબ પાણી
  14. જરૂર મુજબ તેલ
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ની ગ્રેવી બનાવવા માટે ગેસ ચાલુ કરી તેના ઉપર એક તપેલી મુકી એક ચમચી તેલ નાખો. પછી ૨ કાપેલા કાંદા નાખો અને હલાવો.પછી તેમાં ૪ ટામેટા કાપેલા,હળદર,મીઠું,કાજુ બદામ નો ભુક્કો અને પાણી નાખી બધું બરાબર હલાવવુ અને ૫-૭ મિનિટ પકાવો.

  2. 2

    પછી તેને મિકસરમાં પીસી લો.હવે એક પૅન અથવા કડાઇ લો. તેમાં તેલ મુકો જીરુ અને ૨ કાંદા કાપીને નાખો. તેને એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આદું મરચાં લસણ ની પેસ્ટ બનાવતી વખતે તેમાં એક ટામેટું નાખવું. કાંદા બ્રાઉન થઇ ગયા પછી તેમાં બનાવેલા પેસ્ટ નાખી હલાવો.

  3. 3

    આદું મરચાં ની પેસ્ટ નાખ્યા પછી તેમાં દહીં, લાલ મરચું, મીઠું, ધાણા જીરુ, ગરમ મસાલો, કિચનકિંગ મસાલો નાખી હલાવો અને પકાવો. પછી તેમાં કાંદા ટામેટા ની પીસેલી પેસ્ટ ઉમેરો. ખૂબ સરસ રીતે હલાવવુ અને ઢાંકણ ઢાંકી પકાવો.જયાં સુધી ઉપર તેલ આવી જાય.

  4. 4

    ઉપર તેલ આવી જાય પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરો અને હલાવો. ૫ મિનિટ સુધી પાકવા મિનિટ પાકવા દો. ૫ મિનિટ પછી કોથમીર કાપીને નાખો અને ગરમાગરમ પીરસો. તમારા મનપસંદ રોટલી, ભાત કે પરાઠા સાથે ખાયને મજા લો.

  5. 5

    કડાઇ પનીર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes