વેડમી (Vedmi Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૧ કપબાફેલી તુવેરની દાળ
  2. 1-1/2 કપ ઘઉંનો લોટ
  3. 1/2 કપગોળ સમારી લો
  4. 2 ટેબલ સ્પૂનતેલ લોટ બાંધવા માટે
  5. 5-6 નંગઇલાયચી નો ભુકો
  6. 1 ટીસ્પૂનખસખસ
  7. 2કાજુ અને બદામ ની ઝીણી કતરણ
  8. 1 tbspછીણેલું કોપરુ
  9. સર્વિંગ માટે ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાફેલી દાળ માંથી પાણી નિતારી લેવું હવે એક જાડા તળિયાવાળી એક કડાઈમાં આ દાળ ઉમેરવી તેમાં સમારેલો ગોળ મેળવો

  2. 2

    હવે ધીમા ગેસ પર તેની સતત હલાવ્યા કરવું આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું

  3. 3

    આ મિશ્રણ કઢાઈ થી છૂટું પડવા લાગે ત્યાં સુધી હલાવતા રહેવું ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દેવું

  4. 4

    હવે આ તૈયાર કરેલો માવો કોઈ થાળીમાં કાઢી તેની પર ઈલાયચી પાઉડર, કાજુ બદામની કતરણ, કોપરાનું છીણ ભભરાવી દેવું ખસખસ પણ ભભરાવી

  5. 5

    હવે એક બીજા વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં તેલ ઉમેરી મિક્સ કરી લોટ બાંધવો તેને ભાખરી જેવો રાખવો ઢીલો રાખવો નહીં હવે તેમાંથી લૂઓ લઈ પૂરી વણી વચ્ચે માવો મૂકી પૂરી બંધ કરી વણી લેવું

  6. 6

    હવે તેને ગરમ તવી પર બંને બાજુ શેકી લેવી

  7. 7

    હવે ગરમાગરમ તૈયાર કરેલી વેડમી પર ઘી લગાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes