મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#MaggiMagicInMinutes
#Collab
મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે.

મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. મેગી નૂડલ્સનું એક નાનું પેકેટ
  2. 2 કપઉકળતું પાણી
  3. 1/2 કપચણાનો લોટ (બેસન)
  4. 1/2 કપમેંદો
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  7. 1 Tspઓરેગાનો
  8. 1 Tbspઝીણી સમારેલી કોથમીર
  9. 3 Tbspઝીણું સમારેલું ગાજર
  10. 3 Tbspઝીણું સમારેલું કેપ્સીકમ
  11. 2 Tbspઝીણી સમારેલી ડુંગળી
  12. મેગી નુડલ્સના પેકેટમાંથી નીકળેલુ મેગી મસાલા નું પેકેટ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. પુડલા બનાવવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મેગી નૂડલ્સનું પેકેટ ખોલી નુડલ્સ ના નાના ટુકડા કરી લેવાના છે. એક બાઉલમાં આ નુડલ્સ લઇ તેમાં ઉકળતું પાણી નાખી તેને ઢાંકીને 10 મિનીટ માટે રાખી મુકવાનું છે.

  2. 2

    આ નુડલ્સને પાણીમાંથી તારવીને સાઈડ પર રાખી દેવાના છે.

  3. 3

    એક બાઉલમાં ચણાનો લોટ અને મેંદો લઈને તેમાં થોડું પાણી ઉમેરી મીડીયમ પાતળું બેટર તૈયાર કરવાનું છે.

  4. 4

    આ બેટરમાં રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મેગી નૂડલ્સનો મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર, કેપ્સિકમ, ગાજર અને ડુંગળી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  6. 6

    ત્યારબાદ તેમાં પાણી માંથી તારવેલા નૂડલ્સ ઉમેરી તેને પણ બેટરમા બરાબર રીતે મિક્સ કરી દેવાના છે.

  7. 7

    એક નોન-સ્ટીક પેન પર થોડું તેલ લગાવી તેના પર આ બેટર માંથી નાના નાના પુડલા પાથરવાના છે. પુડલા મા ઉપરના લેયર પર પણ તેલ લગાવવાનું છે નીચેનો ભાગ શેકાઈ જાય એટલે ઉલટાવીને ઉપરનો ભાગ પણ શેકી લેવાનો છે.

  8. 8

    આ રીતે બધા પુડલા તૈયાર કરી લેવાના છે.

  9. 9

    મેગી ટોમેટો કેચપ સાથે મેગી મેજીક પુડલાને ગરમા-ગરમ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes