પડ વાળી રોટલી (Pad Vali Rotli Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. મોણ માટે તેલ કે ઘી જરૂર મુજબ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. પાણી જરૂર મુજબ
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ત્રાસ કે કથરોટમાં લોટ, મીઠું, તેલનું મોણ નાખી પાણી વડે લોટ બાંધી કણક તેયાર કરી લો. પછી તેમાંથી એક લુયો લઇ તેની રોટલો વણી લો.

  2. 2

    પછી તેના પર તેલ લગાવી ને ચપટી લોટ છાંટીને તેની પલીટસ વાળો. આપણે સાડી પહેરીએ છીએ ત્યારે જેમ પાટલી વાળીએ છે તેમ વાળવી. આગળ પાછળ.

  3. 3

    પલીટસ વાળીને તેનું ગોળ ચકરડુ વાળો. પછી તેને લોટમાં રગદોળી ને તેને રોટલી ની જેમ વણી લો.

  4. 4

    વણાઈ ગયા પછી તેને તવા પર થોડું શેકી લો. બંને બાજુએ તેલ લગાવી ને ફરીથી શેકી લો.

  5. 5

    તમે તેલ લગાવી ને ફ્રાય કરશો તો તેના પડ કે લેયર્સ ખુલવા લાગશે એ તમે જોઈ શકો છો ચિત્રમાં.

  6. 6

    હવે આપણી પડવાળી રોટલી ખાવા માટે તૈયાર છે. તેને ગરમાગરમ પીરસો ચા, શાક કે દાળ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes