પડ વાળી રોટલી (Pad Vali Rotli Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat
શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 2-3 વાટકા ઘઉંનો લોટ
  2. 1 ગ્લાસપાણી
  3. ઘી
  4. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    1 બાઉલ માં ઘઉંનો લોટ લઇ થોડું થોડું પાણી નાખી રોટલી નો લોટ બાંધવો.10 થી 15 મિનિટ રહેવા દેવો.પછી તેમાં તેલ લગાવી મસડવો.

  2. 2

    1 નાના વાટકા માં તેલ કાઢવું.અટામણ માટે લોટ લેવો.વેલણ અને પાટલો લઈ ને લોટ ના પહેલા 1 ગોળ લુવો લેવો.

  3. 3

    હવે પાટલી ની મદદ થી તે લુવા અટામણ લઇને નાની રોટલી જેટલી વણવી.પછી તેના પર તેલ લાગવું.પછી રોટલી ના 1 ભાગ ને વાળી દેવું.પછી તેમાં તેલ લગાવું.હવે 1 ભાગ વાળવો.તમે જોઈ શકશો કે ત્રિકોણ આકાર બની ગયો છે.હવે અટામણ લઈ ને આ રોટલી ગોળ વણવી.

  4. 4
  5. 5

    ગેસ ચાલુ કરી ને તવી મૂકી આ રોટલી ને સેકવી.કપડાં ની મદદ થી આગળ પાછળ સેકવી.શેકય જાય પછી રોટલી ને થાળી માં મૂકી 1 કિનારા થી ખોલવી.પછી તેમાં પડ માં અંદર ઘી લાગવું અને ઉપર ઘી લગાવું.આમ ગરમા ગરમ પડ વાળી રોટલી તૈયાર છે.મેં અહીં આખું ભાણું પીરસ્યુ છે.પડ વાળી રોટલીઓ કેરી ની સિઝન માં ખાવા ની મજા પડે છે.

  6. 6
  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes