રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#GA4
#Week25
Rajasthan

રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)

#GA4
#Week25
Rajasthan

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. 1+1/2 ચમચી ઘી
  3. ચપટીઅજમો
  4. ૧ ચમચીલીલુ લસણ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. હુંફાળુ પાણી (લોટ બાંધવા)
  7. જરૂર મુજબ ઘી રોટલી પર લગાડવા માટે
  8. (ઉપર ની સામગ્રી નુ માપ એક જ રોટલી માટે નુ છે)

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ની અંદર બધી સામગ્રી મિક્ષ કરી હુફાળા ગરમ પાણી થી સાવ નરમ નઇ કે સાવ કઠણ નઈ એવો મિડિયમ થીક લોટ બાધી સરસ મસળી ઢાંકી ને ૫ મિનિટ સુધી રહેવા દેવું.

  2. 2

    હવે લોટ ને ફરી થી મસળી ને તેનો મોટો લુવો કરી મોટી અને જાડી રોટલી વણી લેવી. હવે કાંટા ચમચી થી રોટલી પર કાંણાં પાડી લેવુ જેથી રોટલી ફુલે નહિ. હવે ગરમ તાવી મા કાંણાં પાડેલી બાજુ ઊંધી નાખી દેવી. અને ગેસ ની ફલેમ એકદમ ધીમી રાખવી. હવે એક બાજુ થી અધકચરી શેકાતા આવે એટલે રોટલી ને ફેરવી ને એ જ સાઈડ પર ચપટી ની મદદથી અથવા નાના ચીપિયા થી અથવા બે ચમચી ની મદદથી રોટલી પર ડિઝાઇન કરી લેવુ.

  3. 3

    હવે ડિઝાઇન કરેલી છે તેની બીજી બાજુ એકદમ બરાબર શેકાઈ જાય એટલે ડિઝાઇન વાળી બાજુ ને પણ ધીમે તાપે બરાબર ગુલાબી રંગ આવે ત્યાં સુધી શેકી લેવુ. હવે રોટલી ને તાવી પરથી લઈ તરત જ ઘી લગાવી લેવુ. ઘી જેટલુ વધારે હશે એટલો સરસ ટેસ્ટ આવશે. હવે આ રોટલી ને જાડી દાળ કે પછી કોઈ રસા વાળા શાક સાથે ગરમ જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર
Navasari

Similar Recipes