સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#GA4
#Week25

સરગવો ઔષધીય ગુણોથી ભરેલો છે. સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. સરગવામાંથી અવનવી વાનગી બને છે. જેમકે શાક, પરાઠા, સંભાર માં પણ આનો ઉપયોગ થાય છે.
સરગવો કેન્સર ને પણ મ્હાત આપી શકે છે. અનેક રોગોને મટાડવા ની તાકાત છે. આજે આપણે તેને વિસરી રહ્યા છીએ. આજની પેઢી તેનાથી અજાણ છે. સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી છે. ડાયાબિટીસ, થાઈરોઈડ, કેન્સર જેવા રોગોને મ્હાત આપે છે. તેમાં વિટામિન એ, બી, સી, ઘણી મોટી માત્રામાં છે. કોલેસ્ટ્રોલ પણ ડાઉન કરે છે. સરગવો આપણી ઇમ્યુનિટી વધારે છે. સરગવો એક સંજીવની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. સરગવાની શિંગ
  2. ૫ ચમચીદહીં
  3. મીઠું જરૂર મુજબ
  4. ૧/૨ ચમચીહળદર
  5. લીલા મરચાં
  6. મીઠો લીમડો
  7. ૪/૫ કળી લસણ
  8. ૫ ચમચીચણાનો લોટ
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૪ ચમચીસીંગતેલ
  12. ચપટીહિંગ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સરગવા ને ધોઈ અને તેના ટુકડા કરી લો. પછી કૂકરમાં એક કપ પાણી અને મીઠું ઉમેરી સરગવો બાફી લો. બે વ્હિસલ વગાડવી.

  2. 2

    હવે બફાઈ જાય એટલે કાઢી લો. પછી એક બાઉલમાં ચણાનો લોટ, દહીં, મીઠું, હળદર ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ મૂકી તેમ રાઈ તતડે એટલે જીરું, હિંગ અને લસણ ઉમેરો લસણ સંતળાઈ જાય એટલે લીલા મરચાં અને મીઠો લીમડો નાખો.

  4. 4

    ત્યારબાદ તેમ ચણાનો લોટ દહીં વાળું મિશ્રણ ઉમેરો. થોડું હલાવતા રહેવું પછી તેમાં સરગવો મેળવો અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી થવા દેવું.

  5. 5

    પછી તેમાં મરચું અને ધાણાજીરું પાઉડર ઉમેરવો. અને ધીમેથી હલાવીને મિક્સ કરી લેવું

  6. 6

    તો છે સરગવાની શીંગ નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes