સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#GA4
#Week25
#DRUMSTICK
સરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
સૂપ,કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ છે. સરગવાનો સૂપ તેના પાન, ફૂલો, અને રેશાવાળા બીજ માંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે ઉપયોગ થયા છે. સરગવામાં ખુબ જ પોષણ હોય છે તેથી તે આપણે કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 નંગડ્રમ સ્ટિક
  2. 1 નંગડુંગળી ઊભી કટ કરેલ
  3. 1/2 કપદહીં
  4. 10 નંગમીઠો લીમડો
  5. 1 ટે સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  6. 1 ટે સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  7. 1 ટે સ્પૂનકશ્મીરી લાલ મરચું
  8. 1 ટે સ્પૂનધાણાજીરૂ
  9. 1/2 ટે સ્પૂનહળદર
  10. 1 ટે સ્પૂનગરમ મસાલો
  11. 1 ટે સ્પૂનચણાનો લોટ
  12. 2 કપપાણી
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 2 ટેબલ સ્પૂનતેલ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા તો સરગવાને ધોઈને તેની છાલ ઉતારી 2 ઈંચ ના પીસ કરી લો. હવે 1 કપ પાણી સોસ પેનમાં એડ કરો તેમાં મીઠું અને હળદર નાખી થોડું ગરમ થાય એટલે સરગવો એડ કરી 20 એક મિનિટ સુધી બાફી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લો તેમાં રાઈ એડ કરો. રાઈ તતડે એટલે હિંગ, મીઠો લીમડો અને ડુંગળી સાંતળો..હવે આદુ મરચા તથા લસણની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે બધા મસાલા ઉમેરી લો.

  4. 4

    બધા મસાલા બરાબર સોતે થાય એટલે તેમાં દહીં ઉમેરીને મીકસ કરી લો.

  5. 5

    હવે બાકીના 1 કપ પાણી માં ચણાનો લોટ ઉમેરી ને તે પાણી તેમાં એડ કરો. તથા બાફેલી સરગવો પણ એડ કરો. હવે 15 મિનિટ તેને કુક કરી લો. કઢી થીક થઈ જાય એટલે ગેસ ઓફ કરી લો. કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરો.

  6. 6

    તો તૈયાર છે આપણી સરગવાની કઢી. આને તમે ભાખરી, રોટલા કે રાઈસ સાથે સર્વ કરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes