દહીંવડા (Dahiwada Recipe in Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#G4A
#Week25
થોડી ગરમીની સિઝન ચાલુ થઈ છે મેં આજે ઘરે ઠંડા કૂલ દહીં વડા બનાવ્યા છે.

દહીંવડા (Dahiwada Recipe in Gujarati)

#G4A
#Week25
થોડી ગરમીની સિઝન ચાલુ થઈ છે મેં આજે ઘરે ઠંડા કૂલ દહીં વડા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. 2 વાટકીઅડદની દાળ
  2. 2 ચમચીમગની દાળ
  3. 2લીલા મરચા
  4. 2મોટા વાટકા દહીં
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  7. ૪ ચમચીખાંડ
  8. થોડુ સંચળ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. થોડી ધાણાભાજી
  11. 1/4 ચમચી સાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે દાળને બે પાણીએ ધોઈ પાંચથી છ કલાક પલાળી દેવી દાળ પલડી ગયા બાદ તેમાં લીલાં મરચાં એડ કરી પાણી નાખ્યા વગર મિક્સરમાં ક્રશ કરી લેવી ખીરું તૈયાર થઇ ગયા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાજીના ફૂલ એડ કરી એક જ હાથે ખૂબ હલાવી ને ફેટી લેવું લગભગ પાંચથી સાત મિનિટ ફેરવી બરાબર વડા પડે તેવું ખીરું તૈયાર થઈ જશે.

  2. 2

    હવે એક કડાઈમાં ગેસ ઉપર ધીમી આંચ પર તેલ ગરમ કરી અને વડાને પાડતું જવું ગેસ ધીમો રાખવો જેથી વડા અંદર કાચા ન રહે અને બરાબર તળાઈ જાય બધા જ વડા તળાઈ ગયાબાદ તેને એક તપેલામાં પાણી ભરી એમાં ડૂબાડી દેવા બેથી ત્રણ મિનિટ સુધી ડૂબાડી યા બાદ તેને એક પ્લેટમાં બંને હાથેથી દબાવી અને પાણી માંથી કાઢી લેવા જેથી બધું પાણી નીકળી જાય.

  3. 3

    હવે આપણે દહીં ને થોડું ફેટી લેશું ત્યારબાદ તેમાં ખાંડ ને એડ કરી ક્રશ કરી લેશું દહીં વડા જે આપણે બનાવેલા હતા તેમાં થોડું દહીં ઉપર રેડી અને ફ્રિજમાં ઠંડુ થવા મૂકી શું જ્યારે આપણે દહીં વડા ખાવા હોય ત્યારે દહીં વડા ને પ્લેટમાં સર્વ કરવા અને ઉપર વધારે પડતું દહીં ઉમેરી તેની ઉપર લાલ મરચું પાઉડર શેકેલા જીરાનો પાઉડર આમલીની ચટણી અને ધાણા ભાજી થી ગાર્નીશ કરી એ ખાવા માટે સર્વ કરવા

  4. 4

    તો એકદમ તૈયાર છે આપણા મસ્ત મજાના દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes