દહીંવડા (Dahiwada Recipe in Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા

દહીંવડા (Dahiwada Recipe in Gujarati)

#PS ગરમી માં ખાવા ની મજા પડી જાય એવા ઠંડા ઠંડા દહીં વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યકિત
  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૧/૨ કપમગ દાળ
  3. ૩-૪ ચમચા ચોખા નો લોટ
  4. પાણી
  5. મીઠુ સ્વાદ પ્રમાણે
  6. તેલ તળવા માટે
  7. ખજૂર આમલીની ચટણી
  8. કોથમીર ફુદીના ની ચટણી
  9. ૨ કપદહીં
  10. ખાંડ
  11. ૧ ચમચીતીખું લાલ મરચુ પાઉડર
  12. ૧ ચમચીસંચળ
  13. ૧/૨ ચમચીમરી પાઉડર
  14. ૧ ચમચીસેકેલા જીરા નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ૧ કપ અદડ ની દાળ અને ૧/૨ કપ મગ ની દાળ ને ૩-૪ કલાક પલાળવી.

  2. 2

    ૩-૪ કલાક પછી દાળ ને નિતારી ને તેમાં મીઠું નાખી ને મિક્ષેર જાર માં ક્રશ કરી ને તેના ચોખા નો લોટ ઉમેરી ને ખીરુ ત્યાર કરવુ.ત્યાર બાદ તેને એક જ સાઇડ ૧૦ -૧૫મિનીટ ફેટવું.

    નોટ: દાળ માથી પાણી નિતારી ને ક્રશ કરવુ.જો જરૂર પડે તો ઠંડું પાણી નાખવું

  3. 3

    હવે એક બાઉલ મા પાણી લઈ ને થોડુ ખીરુ પાણી માં નાખવું જો ખીરુ પાણી માં તરે તો આપણું ખીરુ બરાબર છે.

  4. 4

    ત્યાર બાદ એક કડાઈ મા વડા તળવા તેલ ગરમ કરવા મૂકવું. હવે એક બાઉલ મા પાણી લઈ.ને હાથ પાણી વાળા કરી થોડુ થોડુ ખીરુ હાથ માં લઈ ને તેલ મા નાખી ને વડા તળી લ્યો.

  5. 5

    હવે એક મોટા બાઉલ મા પાણી લ્યો. તળેલા વડા થોડા ઠંડા થાય એટલે એમાં પાણી માં નાખો એમ બધા વડા એવી રીતે કરી લ્યો.હવે બધા વડા ને દબાવી ને પાણી કાઢી ને એક ડબ્બા માં મૂકી ને ફ્રીઝ માં મૂકી દેવા.

    નોટ : તમે એને તરત પણ સર્વ કરી સકો છો.અને ફ્રીઝ મા મુકી ને ઠંડા ઠંડા પણ સર્વ કરી સકો છો

  6. 6

    હવે એક બાઉલ મા દહીં લ્યો એને થોડુ ફેટવુ તેમાં ખાંડ અને મીઠું નાખવું.

  7. 7

    તો ત્યાર છે દહીં અને વડા તેને સર્વ કરો

    એક પ્લેટ કે બાઉલ મા વડા મૂકી તેના પર દહીં નાખવુ.ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી,ખજૂર આમલીની ચટણી નાખવી.ત્યાર બાદ તેના પર લાલ મરચુ પાઉડર છાંટવો, સંચળ,મીઠું,મરી પાઉડર,શેકેલું જીરૂ, નાખી ને સર્વ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes