મસાલા ચીઝ ટોસ્ટ સેન્ડવીચ

K. A. Jodia
K. A. Jodia @cook_26388289

#GA4
#Week - 26

મસાલા ચીઝ ટોસ્ટ સેન્ડવીચ

#GA4
#Week - 26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 10નંગ બ્રેડ
  2. 1ચમચી હળદર
  3. 2ચમચી લસણ ની ચટણી
  4. 1ચમચી મીઠું
  5. 2ચમચી ધાણાજીરું
  6. 1/2 ફાડું લીંબુ
  7. 1ચમચી હિંગ
  8. 2પાવડા તેલ
  9. 1નંગ ડુંગળી
  10. 7/8નંગ બટાકા
  11. 1વાટકી લીલાં વટાણા
  12. 1નંગ લીલું મરચું
  13. બટર જરૂર મુજબ
  14. 1નંગ ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી લો, મેં પેહલા થી જ બટાકા અને વટાણા બાફી લીધેલ છે...

  2. 2

    ત્યારબાદ બટાકા ની છાલ ઉતારી ને કટકા કરવા,પછી ગેસ પર કુકર મૂકી તેમાં તેલ નાખો...

  3. 3

    ત્યારબાદ જયારે તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખવી, જયારે ડુંગળી
    બ્રાઉન થાય ત્યારે તેમાં હિંગ નાખી મરચાં નાખવા.....

  4. 4

    ત્યારબાદ તેમાં વટાણા નાખી બધા મસાલા નાખવા અને બરાબર મિક્સ થવા દેવું.....

  5. 5

    ત્યારપછી તેમાં બટાકા નાખી બરાબર ભૂકો થાય ત્યાંસુધી મિક્સ કરવું, અને છેલ્લે લીંબુ નાખી મિક્સ કરી લેવું.....

  6. 6

    ત્યારપછી એક બ્રેડ લો તેમાં મસાલો સ્પ્રેડ કરી ચીઝ નાખી બ્રેડ ટોસ્ટ કરવી...

  7. 7

    બ્રેડ ટોસ્ટ કરવા માટે એક નોનસ્ટિક માં બટર નાખી બટર ઓગળે એટલે બ્રેડ મૂકી આગળ-પાછળ ટોસ્ટ કરવી.....

  8. 8

    ત્યારબાદ તેના કટર થી પીસ કરી તેને ગરમા ગરમ ટામેટાં સોસ અથવા દહીં સાથે સર્વ કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
K. A. Jodia
K. A. Jodia @cook_26388289
પર

Similar Recipes