બેંગ્લોર ફેમસ મસાલા પૂરી ચાટ (Banglore Famous Masala Poori Chat

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#CT

મસાલા પૂરી બેંગ્લોરનુ ખૂબ ફેમસ સ્ટ્રીટ ફૂડ કે ચાટ છે.પણ આ ચાટ તદ્દન અલગ પ્રકારની છે. આ ચાટ રગડા અને પૂરી ના કોમ્બીનેશનથી બનાવવા માં આવે છે અને સાથે ચટણી,સેવ તો હોય જ. ટેસ્ટ માં થોડી સ્ટ્રોંગ કહી શકાય પણ એકવાર ચાખીયે એટલે ખાતા રહી જાય. આ ચાટ નો ઉદભવ બેંગ્લોર અને મૈસૂર માં થયો છે એમ કહી શકાય.

આ ચાટ મા એક સ્પેશ્યલ પેસ્ટ બનાવી ને રગડા માં નાખવામાં આવે છે. જેમાં અમુક તેજાના,ડુંગળી,લસણ આવી ઘણી વસ્તુઓ નાખવામાં આવે છે.

બેંગ્લોર ની આ મસાલા પૂરી ઘણી જગ્યા એ ફેમસ છે પણ અમે જયાનગર નામના વિસ્તારની ફેમસ "હરી સેન્ડવીચ" ની ચાટ ખાવા જતા હોય છીએ.અહીં ના લોકો ખાવા પીવા ના ઘણા શોખીન છે. એકવાર જરુર થી ટ્રાઈ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 વ્યકિત
  1. રગડા માટે:
  2. 200 ગ્રામસૂકા લીલા વટાણા(7-8કલાક પલાળેલા
  3. 1મોટું બટાકુ
  4. 1/2 ટી સ્પૂનમીઠું
  5. ચપટીહળદર
  6. પાણી જરુર મુજબ
  7. રગડા માટે પેસ્ટ બનાવવા માટે:
  8. 1 ટી સ્પૂનતેલ
  9. 3-4કળી લસણ
  10. 1સમારેલી ડુંગળી
  11. નાનો ટુકડો આદુ સમારેલુ
  12. 1સમારેલુ લીલું મરચું
  13. 1ટામેટું સમારેલુ
  14. કોથમીર
  15. 3-4મરીના દાણા
  16. 1નાનો ટુકડો તજ
  17. 2-3લવિંગ
  18. 1/2 ટી સ્પૂનજીરું
  19. રગડા માટે પાણી જરુર મુજબ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  22. 1/2 ટી સ્પૂનધાણા જીરું
  23. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  24. ચપટીચાટ મસાલો
  25. સવિૅંગ માટે:
  26. મીઠી ચટણી
  27. લીલી ચટણી
  28. સમારેલી ડુંગળી
  29. સમારેલુ ટામેટું
  30. ઝીણી સેવ
  31. સમારેલી કોથમીર
  32. પાણીપુરીની કડક પૂરી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કૂકરમા વટાણા લો તેમાં બટાકુ સમારેલુ મીઠું અને હળદર નાખી. કૂક કરી લો. વટાણા કૂક થાય ત્યાં સુધી રગડા માટેની પેસ્ટ બનાવવા માટે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરુ,મરી,તજ,લવિંગ નાખી મિક્સ કરી લસણ,લીલુ મરચું,આદુ,ડુંગળી નાખી જરા વાર સાંતળો અને તેમાં ટામેટાં નાખી થોડી વાર કૂક કરો.

  2. 2

    હવે આ મિશ્રણ ને ઠંડુ પડે એટલે મિક્સરમાં લઈ તેમાં કોથમીર નાખી લીસુ પીસી લો.

  3. 3

    હવે એક કઢાઈ ગરમ કરી તેમાં બનાવેલી પેસ્ટ નાખી મિક્સ કરી તેમાં થોડું પાણી નાંખી ઉકળવા મૂકો. હવે બાફેલા વટાણા અને બટાકા ને ક્શરથી ક્શ કરી લો.

  4. 4

    હવે વટાણા ને ઉકળતી પેસ્ટ વાળા મિશ્રણ માં નાખી સારી રીતે મિક્સ કરો અને થોડું પાણી નાંખી થોડી વાર ધીમે તાપે ઉકળવા દો.હવે રગડો તૈયાર છે.

  5. 5

    હવે એક સવિૅંગ પ્લેટમાં પૂરી ને હાથ થી દબાવી કટકા કરી લો.હવે તેના પર રગડો નાંખી ઉપર ડુંગળી,ટામેટાં,લીલી ચટણી,મીઠી ચટણી, સેવ,કોથમીર નાખી સર્વ કરો

  6. 6

    તૈયાર છે બેંગ્લોર ની ફેમસ મસાલા પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes