મેંદા ની ભેળ કચોરી (Maida Bhel Kachori Recipe In Gujarati)

#Guess The Word ચટપટી મેંદાની ભેળ કચોરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો,રવો અને મીઠું નાખી બધું મિક્સ કરી થોડું ગરમ પાણી લઇ લોટ બાંધો. લોટ ઉપર ભીનું કપડું મુકી દસ મિનિટ રહેવા દો. હવે એક બાઉલમાં બેસન, લાલ મરચું,મીઠું,બેકિંગ સોડા, તેલ અને પાણી રેડી સ્ટફિંગ તૈયાર કરો.
- 2
લોટ ના લુવા કરી તેને હાથથી થોડું દબાવી તેમાં 1/2 ચમચી સ્ટફિંગ ભરીને ચારે બાજુ ભેગું કરી ઉપરથી વધારા નો લોટ કાધી ફરી luvo કરી હાથથી થોડો દબાવી વેલણથી વણી લો. મીડિયમ સાઇઝની વણવી. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ફુલ ગેસ પર કચોરી મૂકી કચોરી ફૂલે પછી ગેસ ધીમો કરી તળી લો. પૂરી ઉપર ગરમ તેલ રેડી બ્રાઉન થાય એટલે પ્લેટમાં કાઢી લો.
- 3
એક કડાઈમાં તેલ લઈ તેમાં શીંગદાણા અને ચણાના દાળિયા નાખી roste કરો. પછી તેમાં લીમડાના પાન, હળદર,ચપટી હિંગ,લાલ મરચું, મીઠું નાખી બરાબર મિક્સ કરી તેમાં મમરા નાખી બધું બરાબર મિક્સ કરી હલાવી દો. ગેસ બંધ કરો.
- 4
એક બાઉલમાં વઘારેલા મમરા,બાફેલા બટાકા ઝીની ડુંગળી, કોથમીર, ચાટ મસાલો, ઝીણી સેવ, લીંબુનો રસ એડ કરી બધુ વસ્તુઓને મિક્સ કરો.સૂકી ભેળ તૈયાર છે..
- 5
પૂરીને વચ્ચેથી તોડી ગળી ચટણી,તીખી ચટણી, લસણની ચટણી, સુકી ભેળ,પછી ફરી ઉપરથી ગળી,તીખી અને લસણની ચટણી, ઝીણી ડુંગળી,કોથમીર,ઝીણી સેવ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારુVadodara#Cookpadgujarati#Cookpadindiaઆમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે.એવી જ રીતે મંગળબજારની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે બુંદી કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. Isha panera -
-
-
-
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
ભેળ કચોરી એ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ નો પ્રકાર છે જેમાં મેંદા અને રવા માંથી બનાવવામાં આવતી પ્લેન કચોરીમાં મમરા, બુંદી, સેવ, અલગ અલગ પ્રકારની ચટણીઓ, મીઠું દહીં, ધાણા, કાંદા અને દાડમ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ અને ટેસ્ટી નાસ્તા માં વપરાતી બધી જ વસ્તુઓ અગાઉથી બનાવીને તૈયારી કરી શકાય છે અને પીરસતી વખતે એસેમ્બલ કરીને પીરસી શકાય. ભેળ કચોરી નાસ્તા તરીકે, સ્ટાર્ટર અથવા તો લાઈટ મીલ તરીકે સર્વ કરી શકાય.વડોદરાની પ્યારેલાલની કચોરી ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. એ જ કચોરી મેં બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ ખૂબ જલ્દીથી બની જાય અને ચટપટી વાનગી છે. સુકી ભેળ પણ બનતી હોય છે મેં આજે બધી ચટણી નાખીને મસ્ત ચટપટી ભેળ બનાવી છે.અને ખાવામાં પણ ખૂબ હલકી છે. મેં અહીં આજે ભેળ સાથે પાણીપુરી અને ચટણી પૂરી પણ બનાવ્યા છે. ખજૂર આમલીની ચટણી હું બનાવીને ફ્રીઝમાં ૨-૩ મહિના માટે રાખું છું જેથી આજે મેં ની રેસીપી મૂકી નથી.#GA4#Week26 Chandni Kevin Bhavsar -
-
ભેળ સંજોલી કચોરી
#GA4 #Week26 ભેળ સંજોલી પૂરી કડક ફૂલેલી તળી ને એક ડીશ માં મૂકી તેમાં ભેળ ભરી ઉપર ખજુર, ધાણા, અને લસણ ની ચટણી , ઝીણી સેવ અને ડુંગળી, બુંદી સાથે સર્વ કરાય છે Bina Talati -
-
ભીનું ભેળ(Bhini Bhel Recipe In Gujarati)
#ફટાફટમેં આજે ભીનું ભેળ બનાવી છે તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભીનું ભેળ શું હોય છે અમારે ત્યાં આ ભેળ મળે છે તેમાં બધા જ સલાડ સાંતળવામાં આવે છે. તેને સોફ્ટ કરી દેવામાં આવે છે પછી ભેળ બનાવવામાં આવે છે જે ખાવામાં બહુ જ સરસ અને સોફ્ટ લાગે છે. મેં આમાં ડુંગળી નથી ઉમેરી તમે આમાં ડુંગળી પણ ઉમેરી શકો છો. Pinky Jain -
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)
#GA4,#Week26#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી Sonal Doshi -
-
સ્ટફડ ભેળ કચોરી (Stuffed Bhel Kachori Recipe In Gujarati)
#Famઆપણે ખાવાના શોખીન જીવ😄 એટલે ચટપટુ ખાવા જોયે... ભેળ અને કચોરી બન્ને વાનગી આપણે બનાવતા જ હોય છે પરંતુ બન્ને સાથે મળી જાય તો મજા આવી જાય અને સાથે કચોરી પણ સ્ટફીગ ભરી ને કરીએ એટલે કચોરી નુ પડ પણ બહુ જ સરસ લાગે એકવાર જરુર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
જૈન ભેળ (Jain Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhel.હંમેશા ભેળ તો વખણાય છે એ મુંબઈની. અને તેમાં પણ ચોપાટીની ભેળ. બોમ્બે માં જે આવે તે ચોપાટીની ભેલને ન ખાય ત્યાં સુધી બોમ્બે ફર્યા કહેવાય નહીં. તો આજે જે વખણાય છે તે બોમ્બેની ભેળ મેં બનાવી છે . Jyoti Shah -
-
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#સુપરશેફ3 રાજ કચોરી ખસ્તા કચોરી કરતાં થોડી મોટી હોય છે ખસ્તા કચોરી મેંદાની બને છે અને મોણ નાખવામાં આવે છે પણ રાજ કચોરી સોજી ની બને છે અને મોણ પણ નાખવામાં આવે છે એટલે એ હેલ્ધી પણ છે અને ખાવા માં ચટાકેદાર લાગે છે Pragna Shoumil Shah -
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
More Recipes
ટિપ્પણીઓ (8)