ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#GA4 #Week26
Bhel
પોસ્ટ - 37
આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો...

ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)

#GA4 #Week26
Bhel
પોસ્ટ - 37
આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 500 ગ્રામવઘારેલા મમરા
  2. 200 ગ્રામવઘારેલી ધાણી
  3. 1બાઉલ વટાણા-બટાકા નો રગડો
  4. 1/2 કપકોથમીરની લીલી ચટણી
  5. 1/2 કપલસણની લાલ ચટણી
  6. 1 કપખજૂર આમલીની ચટણી
  7. 2 નંગસમારેલી ડુંગળી
  8. 1/2 કપઝીણી સેવ
  9. 1/2 કપરતલામી સેવ
  10. 1/2 કપસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વઘારેલા મમરા અને વઘારેલી ધાણી મિક્સ કરીને તૈયાર કરો....ત્યાર પછી વટાણા બટાકા નો રગડો તૈયાર કરો મેં પહેલા સૂકા વટાણા પલાળી મીઠું ઉમેરી બટાકા સાથે પ્રેશર કુક કરી બાફી લીધા છે....

  2. 2

    બાફેલા વટાણા બટાકાને ડુંગળી, લસણ અને ટામેટાની ગ્રેવી બનાવી વઘારી આગળ પડતા મસાલા કરી ને રગડો ઉકાળીને બનાવી લીધો છે...

  3. 3

    હવે બધી ચટણી અને કોથમીર....ડુંગળી સમારીને તૈયાર લો...ચટણી તાજી જ બનાવવાની છે એટલે સ્વાદ અને સુંગધ જળવાઈ રહે...

  4. 4

    હવે સર્વિંગ બાઉલમાં ધાણી મમરા લઈ બધી ચટણી સ્વાદ અને જરૂર મુજબ મિક્સ કરી લો....છેલ્લે સર્વ કરતી વખત વટાણા નો રગડો ઉમેરવો એટલે ભેળ સોગી ના થઇ જાય....

  5. 5

    સર્વ કરતી વખતે બન્ને પ્રકારની સેવ....ડુંગળી...કોથમીર થી સજાવી પીરસો...આમાં તમે દાડમ ના દાણા...કોઈ પણ ફરસાણ જેવા કે ચવાણું વિગેરે ઉપરથી ઉમેરી શકો...તો તૈયાર છે આપણી ફ્યુઝન ભેળ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes