સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week25

અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍

સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

#GA4
#Week25

અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મિનિટ
5 વ્યક્તિ
  1. 🎯 વડા ના ઘટકો :--
  2. 1 કપઅડદ ની દાળ
  3. 1/4 કપચોખા
  4. પાણી જરૂર મુજબ
  5. તેલ જરૂર મુજબ તળવા માટે
  6. 2 ટેબલ સ્પૂનઆદુ + લીલા મરચાં ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ટી સ્પૂનહિંગ
  9. 🎯 સ્ટફિંગ ના ઘટકો :--
  10. 2 ટેબલ સ્પૂનકાજુ ઝીણા સમારેલા
  11. 2 ટેબલ સ્પૂનકીસમીસ 1/2 ટુકડા માં સમારેલી
  12. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  13. 1 ટેબલ સ્પૂનલીલી કોથમીર જીની સમારેલી
  14. 🎯 સર્વિંગ માટે ના ઘટકો :--
  15. 1 કિલોમોડું દહીં
  16. 5-6 ટેબલ સ્પૂનખાંડ પાઉડર
  17. 1 ટી સ્પૂનમીઠું
  18. 1 ટી સ્પૂનસંચળ પાઉડર
  19. ખજૂર આમલીની ચટણી
  20. લીલી કોથમીર ની ચટણી
  21. શેકેલું જીરૂ પાઉડર
  22. કાશ્મીરી લાલ મરચું પાઉડર
  23. લીલી કોથમીર નું પાન

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખા ને એક વાસણ મા લઇ ને થી ત્રણ વખત ચોખ્ખા પાણી થી ધોઈ લો. ત્યાર બાદ તેમાં ચોખ્ખું પાણી ઉમેરી ને પાંચ થી છ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    પલાળેલી દાળ અને ચોખા નું બધું પાણી કાઢી ને ફરીથી તેને બે વખત ચોખ્ખા પાણી થી ધોઈ લો. હવે તેને થોડી થોડી કરીને મિક્સર મા પીસી લો. દાળ ને પિસ્તી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેમાં બહુ પાણી નો ભાગ ના રહી જાય. જો દાળ મિક્સર માં બરાબર ના પીસાય તો તેમાં બે બે ચમચી કરીને પાણી નાખતાં જવું અને પિસ્તા જવું. બહુ કઠણ પણ નઈ અને સાવ ઢીલું પણ નઈ તેવું ખીરું રાખવું.

  3. 3

    હવે આ ખીરા માં આદુ + લીલા મરચાં ની પેસ્ટ, મીઠું અને હિંગ ઉમેરી મિક્સ કરી લો. હવે આ ખીરામાંથી થોડું થોડું કરીને બીજું ખીરું બીજા નાના બાઉલ મા લેવું અને તેમાં બે ત્રણ ચમચી પાણી ઉમેરતા જઈ વ્હિસ્કાર ની મદદ થી એક જ દિશા માં ખુબ જ ફેટવું. આમ કરવાથી ખીરા માં હવા ભરાસે અને ખીરું એકદમ સોફ્ટ અને સફેદ થઈ જશે અને તેમાંથી જે દહીંવડા બનશે તે એકદમ પોચા બનશે અને તેના વચ્ચે ગુટલી પણ નઈ થાય.

  4. 4

    હવે દહીંવડા ના સ્ટફિંગ માટે એક બોલ માં ઝીણા સમારેલા કાજુ, બે કટકા કરેલ કીસમીસ, ચાટ મસાલો અને લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો અને સ્ટફ્ડ દહીંવડા માટે ફોટા માં બતાવ્યાં પ્રમાણે એક ચમચો અને એક ચમચી લઈને પાણી વાળું કરો. હવે ચમચા ઉપર ચમચીની મદદ થી ખીરું મૂકો. તેની પર કાજુ કીસમીસ નું સ્ટફિંગ મૂકો. અને તેની ઉપર ફરીથી પલાળેલી ચમચી થી એક ચમચી ખીરું લઈને ઉપર પાથરી દો. અને આ દહીંવડા ને ચમચાની મદદ થી ગરમ તેલ મા મૂકો. દહીંવડા તેલ મા નાખતી વખતે ગેસ ની આંચ ફાસ્ટ રાખવી ત્યાર બાદ ગેસની આંચ મીડીયમ કરી વડા તળી લો.

  6. 6
  7. 7

    દહીંવડા તળાઈ જાય એટલે ગરમ તેલમાંથી દહીંવડા ને કાઢીને તરત જ તેને પાણી ની અંદર ઉમેરી દો. અને તેમાં 20 થી 25 મિનિટ માટે ડુંબાડેલા રહેવા દો. ત્યાર બાદ તેને હલકા હાથે દબાવીને પાણી નિતારીને પ્લેટમાં કાઢી લો.

  8. 8

    હવે ગળ્યા દહીં માટે સૌ પ્રથમ મોડું દહીં બાઉલ મા ઉમેરી તેને વ્હિસકર ની મદદ થી બરાબર ફેટિ ને મિક્સ કરી લો. ત્યાર બાદ એમાં ખાંડ પાઉડર, મીઠું અને સંચળ પાઉડર ઉમેરી ફરીથી બરાબર મિક્સ કરી હલાવી લેવું. આમ કરવાથી દહીં એકદમ સોફ્ટ અને ફ્લફી બની જશે.

  9. 9

    હવે એક મોટી પ્લેટ માં દહીંવડા કાઢી તેની ઉપર ગળ્યું દહીં, ખજૂર આંબલી ની ચટણી, લીલી કોથમીર ની ચટણી, શેકેલા જીરાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર અને લીલી કોથમીર ના પાન ઉમેરી સર્વ કરો. હવે આપણા દહીંવડા તૈયાર છે પીરસવા માટે.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes