મટકી મિસળ (Matki Misal Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#CT
પૂના નું એક લોકપ્રિય અનોખી ડિશ જે મસાલેદાર મિસળ થી બન્યું છે.જેને બ્રેડ અથવા પાવ સાથે પિરસવામાં આવે છે.તેમાં અલગ-અલગ વિવિધતા જોવા મળે છે.પરંતુ સામાન્ય રીતે મઢ સાથે મઢ નું ઉસળ તૈયાર કરવામાં આવે છે.જેમાં ઘટ્ટ અથવા પતલી ગ્રેવી મુખ્ય છે.ચણા ના લોટ નાં ફરસાણ સાથે આ ડિશ ને પૂરી કરે છે.વરસાદ ની સિઝનમાં ખાવાં ની ખુબ મજા પડે છે.બ્રેકફાસ્ટ, લંચ, ડિનર માં લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 કપમઢ(ફણગાવેલા 2 1/2 કપ થશે)
  2. 💖પેસ્ટ માટે:
  3. 2-3 નંગડુંગળી
  4. 1મોટો ટુકડો આદું
  5. 2-3 નંગટામેટાં
  6. 10કળી લસણ
  7. 1/4 કપસૂકું કોપરું
  8. 2 ચમચીતેલ
  9. 💖ઉસળ માટે:
  10. 4 ચમચીતેલ
  11. 1/4 ચમચીરાઈ
  12. 1/4 ચમચીજીરું
  13. 12 નંગલીમડાનાં
  14. ચપટીહીંગ
  15. 1/4 ચમચીહળદર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  18. 1 નાની ચમચીગરમ મસાલો
  19. 💖ગાર્નિશ માટે:
  20. 2 કપમિક્સ ફરસાણ
  21. 1 નંગડુંગળી
  22. 1/4 કપકોથમીર
  23. 2 નંગલીંબુ
  24. પાવ અથવા બ્રેડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મઢ ને હુંફાળા પાણીમાં 8 કલાક પલાળી તેને ફણગાવવા.લગભગ 2 થી 3 દિવસ થશે. તેને પાણી થી ધોઈ કુકરમાં 1 કપ પાણી, મીઠું અને હળદર ઉમેરી 1 સીટી થવા દો.

  2. 2

    પેન માં તેલ ગરમ કરો તેમાં આદું અને લસણ સોતળો..ડુંગળી અને સૂકું કોપરું ધીમાં તાપે શેકી લો....ટામેટાં નાખી કુક થવા દો..

  3. 3

    ઠંડા થાય.. મિક્સરમાં થોડું પાણી ઉમેરી પીસી લો.

  4. 4

    પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું, હીંગ, લીમડાનાં પાન, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,ધાણાજીરુ નાખી પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    કરી માં મઢ ઉમેરી મીઠું અને જરૂર પૂરતું પાણી ઉમેરી ઢાંકીને ધીમાં તાપે 10 મીનીટ થવા દો. સર્વ કરવા ના સમયે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, લીંબુ અને મિક્સ ફરસાણ નાખી બ્રેડ અથવા પાવ અને છાશ સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes