મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ..

મસ્કા બન (Maska Bun Recipe In Gujarati)

- મેં મસ્કા બન જોયા હતા પણ ક્યારેય ખાધા ન હતા. આપણા જ એક કૂકપેડ મેમ્બર દ્વારા બનાવેલ મસ્કા બનની રેસિપી જોઈને મેં ઘેર બનાવ્યા.. એકદમ ટેસ્ટી અને યાદ રહી જાય એવી સરસ વાનગી છે.. એકવાર તો ટ્રાય કરવી જ જોઈએ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2મોટા બર્ગર ના બન
  2. 4 ચમચીઘરનું માખણ(એકદમ ફેટી ને મસ્કો તૈયાર કરવો)
  3. 2 ચમચીઅમૂલ બટર
  4. 2 ચમચીમિક્સ ફ્રૂટ જામ
  5. ટેસ્ટ મુજબ માયોનીઝ ચીઝ
  6. 1 ચમચીસેઝવાન સોસ
  7. 1 ચમચીપીઝા સોસ
  8. જરૂર મુજબ તીખું ચવાણું / શીંગ ભુજીયા મિક્સર
  9. જરૂર મુજબ મસાલા વેફર્સ
  10. નોંધ: ઉપર આપેલી દરેક સામગ્રી 1 નંગ મસ્કા બન માટેની છે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન ના વચ્ચે થી કટકા કરી લેવા.

  2. 2

    ત્યારબાદ એક ભાગ પર મસ્કો અને બીજા ભાગ સેઝવાન સોસ/પીઝા સોસ લગાવવો.પછી મસ્કા વાળા ભાગ પર જામ અને સોસ વાળા ભાગ પર માયોનિઝ લગાવવું.

  3. 3

    હવે જામવાળા ભાગ પર વેફર અને ચવાણું/મિક્સર એક પછી એક ઉમેરવા. અને બીજા ભાગ ને તેના પર ગોઠવી દેવો. પછી આખા બન પર ખૂબ અમૂલ બટર લગાવી દેવું.

  4. 4

    તૈયાર છે એકદમ ચટપટા મસ્કા બન જેને વેફર સાથે અથવા એકલા પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

Top Search in

Similar Recipes