પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1/2 વાટકી ફણગાવેલા મગ
  2. 1/2 વાટકી ફણગાવેલા મઠ
  3. ૨ નંગડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. ઈંચ આદુનો ટુકડો
  6. ૩ નંગલીલાં મરચાં
  7. ૮ - ૧૦ કળી લસણ
  8. ૩ ચમચીકોપરા નું ખમણ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૨ ચમચીલાલ મરચું
  11. 1/2 ચમચી ધાણાજીરૂ પાઉડર
  12. 1/2 ચમચી હળદર
  13. ૩ ચમચીસેવ ઉસળ મસાલો
  14. ૪ મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મિસળ બનાવવા આગલે દિવસે બંને કઢોળ ધોઈને પાણી નાખી પલાળી રાખો પછી તેમાં થી પાણી કાઢી લેવું તેથી મગ અને મઠ ફણગી જાય...

  2. 2

    પછી બનાવવા ના સમયે બંને કઢોળ મીઠું અને હળદર નાખીને બાફી લેવા, બીજી તરફ સાઇડ માં ટામેટા, ડુંગળી ની પેસ્ટ બનાવી લેવી, અને કોપરા નૂ ખમણ, લીલાં મરચાં, આદુ ની પેસ્ટ બનાવી લેવી...

  3. 3

    હવે તેલ ગરમ કરી તેમાં પેલા કોપરા ના ખમણ વાળી પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખી ને મીડીયમ આંચ પર પકાવો અને તેમાં થી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી મગ અને મઠ નાખી બરાબર હલાવી લેવું,૫ મિનીટ માટે ઢાંકીને રહેવા દો, પછી ઞે‌સ બંધ કરીને ગરમ ગરમ ફરસાણ અને ડુંગળી સાથે સર્વ કરો, તૈયાર છે ચટાકેદાર મિસળ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Darshan Thakkar
પર

Similar Recipes