જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1 વાટકો ચોખા
  2. 1 નાની વાટકીઅડદ દાળ
  3. 1 વાટકો છાસ
  4. 1 ચમચીમેથી દાણા
  5. 50 ગ્રામકોબી
  6. 1ગાજર
  7. 2કેપ્સિકમ
  8. 3-4લીલી ડુંગળી
  9. મકાઈ ના દાણા
  10. મીઠું
  11. કોપરાની ચટણી
  12. દાળ સાંભાર
  13. બટર
  14. ચીઝ
  15. સિજવાન સોંર્સ
  16. 5-6ટામેટાં
  17. કેચઅપ
  18. 2ડુંગળી
  19. 5-6કળી લસણ
  20. 1 ચમચીલાલ મરચું પાઉડર
  21. મીઠું
  22. ૧/૨ ચમચીખાંડ
  23. તેલ
  24. 1/2 ચમચીતીખા પાઉડર
  25. ટુકડોઆદુ નો નાનો
  26. ચીલી ફ્લેક્સ
  27. ઓરેગાનો
  28. 1લીલું માર્ચ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચોખા,અડદ દાળ અને થોડા મેથી દાણા નાખી 5 થી 6 કલાક પાણી માં પલાળી રાખવું.પછી મિક્સિ જાર માં દહીં અને પાણી નાખી ક્રશ કરવું. તેમાં મીઠું નાખી 5 થી 6 કલાક આથો આવે તે માટે રાખી મુકવું.

  2. 2

    બધા વેજીટેબલ ને લાંબા કટ કરવા.

  3. 3

    સિજવાન સોંર્સ માટે મિક્સિ જાર માં ટામેટાં,આદુ,લીલું મરચું,લસણ,ડુંગળી નાખી ક્રશ કરવું.ગેસ પર 1 કઢાઈ માં 1 થી 2 ચમચી તેલ મૂકી ક્રશ કરેલ બધું અંદર સાતડવું.5 થી 8 મિનિટ પછી તેમાં લાલ મરચું,મીઠું,કૅચઅપ,ઓરેગનો,ચીલી ફ્લેક્સ,તીખા પાઉડર,ખાંડ નાખી હલાવું.હવે તેલ ઉપર આવે એટલે સિજવાન સોંર્સ તૈયાર છે.આ બદલે તમે કેચઅપ માં આ બધું નાખી ને પણ બનાવી શકો છો.પેલા બધું ક્રશ કરી પછી સાતળી ને છેલ્લે કેચઅપ નાખવો.

  4. 4

    હવે ઢોંસા ના ખીરા માં જો જરૂર પડે તો પાણી નાખી ખીરુ રેડી કરવું.

  5. 5

    બધા વેજીટેબલ ને 1 ચમચી તેલ મૂકી સોતે કરવા....થોડા અધકચરા જ.

  6. 6

    હવે ગેસ પર ઢોંસા ની તવી મૂકી પાણી લગાડી સાફ કરો પછી 1 ડોસો ચમચા ની મદદ થી પાથરવો.

  7. 7

    હવે બટર લગાવી તેમાં બધા વેજીટેબલ નાખી તેમાં સિજવાન સોંર્સ નાખી થોડીવાર ચઢવા દેવું.

  8. 8

    પછી તેમાં ચીઝ નાખી ઢોંસા ને ગોળ વાળી તેને કટ કરવા.

  9. 9
  10. 10

    હવે જીની ઢોંસા રેડી છે.બધા ને ભાવતા એવા ઢોંસા એટલે જીની ઢોંસા.મેં અહીં સાંભાર, કોપરા ની ચટણી સાથે સર્વ કર્યું છે.

  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes