મૈસુર મસાલા ઢોંસા

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૫૦૦ ગ્રામઢોંસા નું ખીરું
  2. બાફેલા બટાકા
  3. મોટી ડુંગળી
  4. મિડિયમ સાઈઝ ના ટામેટા
  5. મિડિયમ સાઈઝ ના કેપ્સીકમ
  6. 1/2 ચમચી લસણની પેસ્ટ
  7. તેલ
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીમરચું
  10. 1 ચમચીધાણાજીરું
  11. મીઠું
  12. 1/2 ચમચીપાઉં ભાજી મસાલો
  13. કોથમીર
  14. 1 ચમચી જીરું
  15. 1/2 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરો. અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.

  2. 2

    ડુંગળી સાંતળી ને તેમાં સમારેલાં કેપ્સિકમ અને ટામેટા અને લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળો.

  3. 3

    ત્યાર બાદ બાફેલા બટાકા અને મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, પાઉં ભાજી મસાલો, કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો અને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી ચઢવા દો.

  4. 4

    ઢોંસા ના ખીરા માં મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરો.

  5. 5

    તવો ગરમ થાય એટલે તેમાં તેલ મૂકી ભીના કપડાથી સાફ કરો. અને પછી ખીરા ના ઢોંસા ઉતારો.

  6. 6

    નીચે નું પડ બરાબર શેકાય જાય એટલે તેમાં બનાવેલ મસાલો ઉમેરીને પડ વાળી લો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

ટિપ્પણીઓ

Similar Recipes