રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#MA
મમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.

રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)

#MA
મમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 મોટો બાઉલ રાજગરાનો લોટ
  2. ગરમ પાણી જરૂર મુજબ
  3. 1 ટે.સ્પૂન તેલ
  4. 1 કપશીંગદાણા
  5. 10-12કાજૂ
  6. 1 કપબટાકા નું સૂકું છીણ
  7. 10લીમડાના પાન
  8. 1 ચમચીતલ
  9. તેલ તળવા માટે
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. મીઠું સ્વાદાનુંસાર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 2-3 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક વાસણમાં રાજગરાનો લોટ, મીઠું, તેલ અને જરૂર મુજબ પાણી નાખી નરમ કણક તૈયાર કરો. 10 મિનિટ ઢાંકીને રાખો.

  2. 2

    હવે તેના 2 ભાગ કરી લો. સેવ ના સંચાને તેલથી ગ્રીસ કરી લો. તેમાં કણક ભરી દો. તેલને ગરમ થવા મૂકો. તેલ આવી જાય એટલે સંચાને ફેરવી સેવ પાડી લો.

  3. 3

    મિડીયમ આંચ પર બંને બાજુ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    હવે શીંગદાણા, કાજૂ અને બટેટાના સૂકા છીણને તળી લો.

  5. 5

    તેને એક વાસણમાં લઇ લો તેમાં સેવ, બધા મસાલા, મીઠું અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો.

  6. 6

    વધારીયું મૂકી તલ અને લીમડાના પાન ને સાંતળી લો. પછી સેવ પર નાખીને સરખું મિક્સ કરી લો.

  7. 7

    તો તૈયાર છે રાજગરાની સેવનો ફરાળી ચેવડો. એરટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes