વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#KS6
વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે.

વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KS6
વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ લોકો
  1. મુઠીયા બનાવવા માટે :-
  2. ૨૫૦ ગ્રામ ભાત
  3. ૧૨૫ ગ્રામ બાજરાનો લોટ
  4. ૧૨૫ ગ્રામ ચણાનો લોટ
  5. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧/૪ ચમચીહળદર
  8. ચપટીહિંગ
  9. મીઠું પ્રમાણસર
  10. વઘાર માટે :-
  11. ૪ ટી સ્પૂનતેલ
  12. રાઈ જીરું
  13. ૬ - ૭ કળી લસણની
  14. ૫ - ૬ લીમડાના પાન
  15. ૨ કપખાટી છાશ
  16. પાણી જરૂર મુજબ
  17. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  18. ૧/૪ ચમચીહળદર
  19. ચપટીહિંગ
  20. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મુઠીયા નો લોટ બાંધવા માટે ભાત,બાજરાનો લોટ, ચણાનો લોટ અને બધો મસાલો નાખીને મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો અને લંબગોળ આકારના મુઠીયા વારી લેવા.

  3. 3

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ, લસણની કળી નાખી, લીમડાના પાન અને છાશ ઉમેરીને વઘાર કરવો.

  4. 4

    ત્યારબાદ તેમાં બધો મસાલો નાખી અને પાંચથી સાત મિનિટ ઊકળવા દેવું અને પછી તેમાં મૂઠિયાં ઉમેરી દેવા અને 10 મિનિટ સુધી ઉકળવા દેવું.

  5. 5

    હવે તૈયાર છે આપણા ચટાકેદાર રસિયા મુઠીયા તેને કોથમીરથી ગાર્નિશ કરી અને કાચી ડુંગળી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes