રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#KS6
#AM2
#cookpad_guj
#cookpadindia
રસિયા મુઠીયા એ ભાત માંથી બનતી એક બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બહુ જ ઝટપટ બની જાય છે. ગુજરાત ની આ વાનગી સામાન્ય રીતે વધેલા ભાત થી બને છે. તો આ એક સ્વાદ સભર લેફ્ટઓવર રેસિપિ પણ છે. રસિયા મુઠીયા બનાવાની વિધિ આમ તો સરળ છે પણ ઘર ઘર પ્રમાણે થોડો ફેરફાર આવતો હોય છે સ્વાદ માં તથા ઘટકો માં. મારી રેસિપિ માં થોડી વિધિ જૈન ધર્મ પ્રમાણે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. મુઠીયા માટે:
  2. 1કપ ભાત
  3. 4 ચમચા બેસન
  4. 1 ચમચો ઝીણી સુધારેલી કોથમીર
  5. 1 ચમચી લાલ મરચું
  6. 1/2 ચમચી હળદર
  7. ચપટી હિંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. અન્ય ઘટકો:
  10. 1 ચમચો તેલ
  11. 1/2 ચમચી રાઈ
  12. 1/4 ચમચી હળદર
  13. 1 ચમચી લાલ મરચું
  14. 2 કપ ખાટી છાસ
  15. ચપટી હિંગ
  16. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    છાસ ને ગરમ કરી લેવી. મુઠીયા ના ઘટકો ભેળવી ને મધ્યમ નરમ મિશ્રણ તૈયાર કરવું. પાણી થોડું થોડું કરી ને જ નાખવું.

  2. 2

    તેલ ગરમ મૂકી, રાઈ નાખો, તતળે એટલે, હિંગ,હળદર નાખી ને 2 કપ જેટલું પાણી ઉમેરો. પછી તેમાં મીઠું, લાલ મરચું નાખી ઉકળવા દો.

  3. 3

    ઉકળવાનું ચાલુ થાય એટલે મુઠીયા ના મિશ્રણ માંથી, હાથ વડે નાના નાના પકોડા ઉકળતા પાણી માં નાખો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

  4. 4

    બધા મુઠીયા મુકાય જાય એટલે ગરમ કરેલી છાસ નાખવી. થોડી છાસ મુઠીયા ના મિશ્રણ વાળા વાસણ માં નાખી સરખું હલાવી ને રસિયા મુઠીયા માં ઉમેરી દો.

  5. 5

    સરખું ભેળવી ને હલકી આંચ પર પકવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. મુઠીયા ચડી જાય એટલે આંચ બન્ધ કરવી.

  6. 6

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes