દૂધી કોફ્તા જૈન (Dudhi Kofta Jain Recipe In Gujarati)

દૂધી કોફ્તા જૈન (Dudhi Kofta Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈ ને છીણી લો. હવે એક બાઉલ માં છીણેલી દૂધી, બેસન અને બધો મસાલો બરાબર મિક્સ કરી લો.
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ભજીયા ની જેવા કોફ્તા તળી લો. - 2
ગ્રેવી માટે:
ટામેટાં ને સમારી ને પ્યુરી બનાવી લો. - 3
હવે એક કડાઈ માં તેલ મુકો. તેલ ગરમ થાય એટલે જીરું નો વઘાર કરો. અને લીમડાંનાં પત્તા, સમારેલા મરચાં, આદુ તથા આખા લાલ મરચા પણ નાખી દો. ૧ મિનિટ જેટલું સાંતળો. હવે તેમાં ટામેટાની પ્યુરી નાખો અને સાથે જ તેમાં લીલાં વટાણા, હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગ્રેવી ને ૫-૭ મિનિટ જેટલું સાંતળો.
- 4
ગ્રેવી સાંતળાઈ જાય એટલે તેમાં ૧ કપ જેટલું પાણી ઉમેરી લો અને ફરી ૫ મિનિટ જેટલું ઉકળવા દો. હવે તેમાં કોફ્તા પણ ઉમેરી દો અને ફરી ૨-૩ મિનિટ ઉકાળો.
- 5
તો રેડી છે દૂધી કોફ્તાની ગ્રેવી
- 6
નોંધ: અહીં મેં ગ્રેવી ને વૉટરી જ રાખી છે. કેમ કે કોફ્તા ઉમેર્યા પછી એ ઘટ્ટ થઇ જશે.
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ