વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RC3
#week3
#cookpadgujarati
#cookpadindia
વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે.

વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)

#RC3
#week3
#cookpadgujarati
#cookpadindia
વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. વેજીસ ઇન રેડ સોસ બનાવવા માટે:
  2. રેડ સોસ માટે:
  3. 6 નંગમીડિયમ સાઈઝના ટમેટાની પ્યુરી
  4. 2 Tbspતેલ
  5. 7-8કળી સમારેલું લસણ
  6. 2 નંગમીડિયમ સાઇઝની ડુંગળી
  7. 1 Tbspકાશ્મીરી લાલ મરચું પાવડર
  8. 1 Tbspસમારેલી કોથમીર ના કુણા ડાળખા
  9. 1/2 Tspમરી પાવડર
  10. 1 Tbspટોમેટો કેચપ
  11. 1 Tspઓરેગાનો
  12. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. વેજીટેબલ્સ (સમારેલા):
  15. 1/3 કપગાજર
  16. 1/3 કપલીલા વટાણા
  17. 1/2 કપબ્રોકોલી
  18. 1/3 કપબેબી કોર્ન
  19. 1/3 કપરેડ કેપ્સીકમ
  20. 1/3 કપયેલ્લો કેપ્સીકમ
  21. 1/3 કપગ્રીન કેપ્સીકમ
  22. 1/4 કપકોથમીર
  23. ગાર્લિક હર્બ રાઇસ બનાવવા માટે:
  24. 1 Tbspધી
  25. 1 Tspતેલ
  26. 1 Tbspઝીણું સમારેલું લસણ
  27. 1 Tbspઝીણા સમારેલા લીલા મરચા
  28. 1 Tspમિક્સ હર્બ
  29. 1 Tspરેડ ચીલી ફ્લેક્સ
  30. 2.5 કપકૂકડ બાસમતી રાઇસ
  31. 1/4 Tspમરી પાવડર
  32. મીઠું સ્વાદ અનુસાર
  33. 1/4 કપસમારેલી કોથમીર
  34. 1 Tspલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાર્લિક હર્બ રાઇસ બનાવવા માટે: એક કડાઈમાં ઘી - તેલ ગરમ મૂકી તેમાં સમારેલું લસણ અને સમારેલા લીલા મરચાં ઉમેરીને તેને સાતળવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં મિક્સ હર્બ્સ અને રેડ ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે.

  3. 3

    ફૂક કરીને તૈયાર કરેલા બાસમતી રાઈસ ઉમેરવાના છે. તેમાં મરીનો ભૂકો અને સમારેલી કોથમીર ઉમેરવાની છે.

  4. 4

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી એક મિનિટ માટે ફૂક થવા દેવાનું છે. જેથી આપણા ગાર્લિક હર્બ રાઇસ તૈયાર થઈ જશે.

  5. 5

    વેજીસ ઇન રેડ સોસ બનાવવા માટે:
    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી અને સમારેલું લસણ ઉમેરવાનું છે.

  6. 6

    બરાબર રીતે સતવાઈ જાય એટલે તેમાં સમારેલા લીલા મરચા અને કોથમીરના કુણા ડાળખા ઉમેરવાના છે.

  7. 7

    ત્યારબાદ તેમાં મરી પાવડર, ટોમેટો કેચઅપ, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, સ્વાદાનુસાર મીઠું અને ટમેટાની પ્યુરી ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી બે મિનિટ માટે ફૂક થવા દેવાનું છે.

  8. 8

    હવે તેમાં સમારીને તૈયાર કરેલા વેજીસ ઉમેરી તેને પણ બરાબર રીતે મિક્સ કરી ફરી ત્રણ થી ચાર મિનિટ માટે ફૂક થવા દેવાના છે.

  9. 9

    જેથી આપણું વેજીસ ઇન રેડ સોસ તૈયાર થઈ જશે.

  10. 10

    મેં સર્વ કરવા માટે એક પ્લેટમાં વેજીસ ઇન રેડ સોસ અને તેની સાથે ગાર્લિક હર્બ રાઇસ લીધા છે અને તેને સાથે સર્વ કર્યું છે.

  11. 11
  12. 12
  13. 13
  14. 14
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes