દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
શેર કરો

ઘટકો

૨૦-૩૦ મિનીટ
૪ વ્યકિત
  1. ૧ કપમિક્ષ દાળ(તુવેરદાળ, મગદાળ, ચણાદાળ અને અડદદાળ)
  2. ૧ - ૨ મોટી ડુંગળી
  3. ૧ - ૨ મોટા ટામેટા
  4. ૯-૧૦ કળી લસણ
  5. ૧-૨લીલા મરચા
  6. ૧ ટુકડોઆદુ
  7. મોટુ તજ
  8. તમાલ પત્ર
  9. સૂકું લાલ મરચું
  10. ૩ - ૫ દાણા મેથી
  11. ૧ ચમચીહિંગ
  12. ૧ ચમચીહળદર
  13. ૧-૨ મોટી ચમચી તીખું લાલ મરચું પાઉડર (તમારા સ્વાદ અનુસાર)
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. લીંબુુ(ઓપ્શનલ)
  16. ચમચા તેલ/ ઘી
  17. મીઠું સ્વાદ પ્રમાણે
  18. પાણી તમારી જરૂર પ્રમાણે
  19. ૧ ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૨૦-૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને પ્રેશર કૂકર મા કાઢી ને ૨-૩ પાણી થી ધોઈ ને ૨ કપ અથવા ૨ ગ્લાસ પાણી ઉમેરી ને પ્રેશર કુકર ને ગેસ પર રાખી ને ૫ મિનીટ ગરમ થવા દેવી.ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર નું ઢાંકણું બંધ કરી ને ૫ -૧૦ મિનીટ સુધી તેને પલાળવી.

    નોટ: તમે મિક્ષ દાળ માં તમને ગમતી દાળ લઈ સકો છો.મે અહી તુવેર, મગ, ચણા અને અડદ ની દાળ લીધી છે )

  2. 2

    ૫-૧૦ મિનીટ પછી મીઠુ નાખી ને ડાળ ની ૩-૪ સિટી વગાડવી.

  3. 3

    દાળ બફાઇ ત્યાં સુધી આદુ લસણ મરચા ની પેસ્ટ ત્યાર કરવી. ડુંગળી અને ટામેટા ના ગ્રેવી બનાવી

    નોટ: ડુંગળી અને ટામેટાં ની અલગ અલગ ગ્રેવી બનાવી.

  4. 4

    હવે એક કડાઇમાં તેલ અથવા ઘી નાંખવું અને ગરમ થાય એટલે તેમાં તજ, તમાલપત્ર, સૂકું લાલ મરચું અને મેથી, નાખી ને આખું જીરૂ અને હિંગ અને હળદર નાખી ને વઘાર કરવો.

  5. 5

    ત્યાર બાદ તેમાં લસણ, આદ અને મરચા ની ત્યાર કરેલી પેસ્ટ નાંખી ને ૨ મિનીટ સાતાળવું.ત્યાર બાદ આપણે તેમાં ડુંગળી ની ગ્રેવી નાખી ને ૩-૪ મિનીટ સાતાળવું.પછી તેમાં ટામેટાં ની ગ્રેવી નાખી ને બરાબર એકરસ કરવું.ગ્રેવી આપણી બરાબર ઉકળી જાય પછી તેમાં બાફેલી ડાળ નાખવી અને પછી તેમાં ૨ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણાજીરું પાઉડર, ૧ચમચી ગરમ મસાલો અને ૧ ચમચી મીઠું નાખી ને એમાં જરૂર પ્રમાણે પાણી નાખી ને ૫ મિનીટ ઉકળવા દો.હવે તેમાં ૧ ચમચી કસૂરી મેથી નાખવી.અને જો તમને લીંબુ પસંદ હોય તો નાખી સકો છો.

  6. 6

    તો ત્યાર છે ગરમા ગરમ દાળ ફ્રાય સર્વ કરો.

  7. 7

    નોટ: તમે અહીંયા ડુંગળી અને ટામેટાં ગ્રેવી ની જગ્યા એ ઝીણાં સમારી ને પણ લઈ સકો.છો.ઉપર થી તડકો પણ લગાવી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes