મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મીનીટ
૫ થી ૬ વ્યક્તી
  1. ૮ થી ૧૦ કળીલસણ
  2. 1ડુંગળી મીડયમ સાઇઝ ની
  3. 3મીડીયમ સાઇઝ ના ટામેટાં
  4. ટુકડોઆદુ નો નાનો
  5. ૮ થી ૧૦ કાજુ
  6. 2 ટે સ્પૂન મગજતરી ના બી
  7. ૭-૮બટાકા
  8. નાની વાટકીબાફેલા વટાણા
  9. ૨૦૦ ગ્રામપનીર
  10. 1તજ
  11. 2 લવિંગ
  12. 2 બાદીયા
  13. 1 તમાલપત્ર
  14. ૨-૩ ચમચીલાલ મરચું
  15. ચપટીહળદર
  16. કિચન કિંગ મસાલો
  17. મીઠુ જરૂર મુજબ
  18. ૨ થી ૩ ચમચીઘી, બટર મિક્સ
  19. ૨ ચમચીકોર્ન ફ્લોર
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મીનીટ
  1. 1

    કોફતા બનવા માટે બટાકા બાફી છોલી ને મેશ કરી લેવા તેમાંથી ૨ ચમચી માવો અલગ રાખવો બાકી ના માવામાં મીઠુ સ્વાદ પ્રમાણે કોર્ન ફ્લોર નાખી મિક્સ કરો

  2. 2

    કોફતા ની અંદર ભરવા માટે વટાણા અધકચરા ક્રશ કરી તેમાં એક ચમચી આદુ મરચા ૩ ચમચી હાથેથી મસળી ને પનીર સ્વાદ અનુસાર મીઠું ૨ ચમચી બાફેલા બટાકા મેશ કરેલા નાખી મીક્સ કરી લેવું

  3. 3

    બટાકા ના માવા ને હાથેથી થેપી પૂરી જેવો શેપ આપી પૂરણ ભરી કોફતા નો શેપ આપી તળી લેવા

  4. 4

    ગ્રેવી માટે એક કડાઈ માં ઘી બટર લઇ બધા ખડા મસાલા નાખી ડુંગળી ટામેટા ની પેસ્ટ નાખી થોડી વાર સાતડવું સેજ થાવ આવે એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી પછી તેમાં હળદર, મીઠું, મરચું, કિચેન કિંગ મસાલો બધું સ્વાદ મુજબ નાખી જીણું સમારેલું પનીર અને ૨ ચમચી બાફેલા વટાણા નાખવા અને મગજતરી ને કાજુ ની પેસ્ટ નાખવી

  5. 5

    હવે છેલ્લે કસૂરી મેથી તથા ૨ થી ૩ ચમચી ફ્રેશ ક્રીમ નાખવું થોડું પનીર ખમણી ને નાખવું છેલ્લે પ્લેટ માં ગ્રેવી લઇ ઉપર કોફતા મૂકવા અને થોડી ગ્રેવી નાખી મસાલા છાસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

Similar Recipes