મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#AM4

સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 🎯 પરાઠા ના કણક ના ઘટકો :--
  2. 2 કપઘઉં નો જીનો લોટ
  3. 1 ટી સ્પૂનમીઠું
  4. 1 ટી સ્પૂનતેલ મોણ માટે
  5. પાણી જરૂર મુજબ
  6. 🎯 સ્ટફિંગ ના ઘટકો :--
  7. 1/2 કપજીની સમારેલી કોબીજ
  8. 1/2 કપઝીણું સમારેલ કેપ્સીકમ
  9. 1/2 કપખમણેલું ગાજર
  10. 1/2 કપખમણેલું બીટ
  11. 1/2 કપજીની સમારેલી ડુંગળી
  12. 1 ટી સ્પૂનખમણેલું આદુ
  13. 2 નંગલીલાં મરચાં ઝીણા સમારેલા
  14. 100 ગ્રામખમણેલું પનીર
  15. 1/2 કપખમણેલું મોઝરેલા ચીઝ
  16. 1/2 કપખમણેલું પ્રોસેસ ચીઝ
  17. 1/2 કપજીની સમારેલી લીલી કોથમીર
  18. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  19. 1-1/2 ટી સ્પૂનચાટ મસાલો
  20. 1 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  21. 1 ટી સ્પૂનગરમ મસાલો
  22. 1 ટેબલ સ્પૂનધાણા જીરું પાઉડર
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. 1 ટેબલ સ્પૂનતેલ
  25. બટર પરાઠા શેકવા માટે
  26. 👉 ગાર્નિશ માટે :--
  27. શેકેલા અડદ ના પાપડ નો ભૂકો
  28. ખમણેલું પ્રોસેસ ચીઝ
  29. લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘઉં નો જીનો લોટ ઉમેરી તેમાં મીઠું અને તેલ નું મોણ ઉમેરી મિક્સ કરી એમાં થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. હવે આ લોટ ને થોડું તેલ લગાવી ઢાંકણ ઢાંકી ને 10 મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે આપણે પરાઠા માટે સ્ટફિંગ બનાવીશું. એની માટે એક બાઉલ માં જીની સમારેલી કોબીજ, જીણું સમારેલું કેપ્સીકમ, ખમણેલું ગાજર, ખમણેલું બીટ, જીની સમારેલી ડુંગળી, ખમણેલું આદુ, ઝીણા સમારેલા લીલાં મરચાં, ખમણેલું પનીર, ખમણેલું મોજરેલા ચીઝ, ખમણેલું પ્રોસેસ ચીઝ અને જીની સમારેલી લીલી કોથમીર ના પાન ઉમેરી મિક્ષ કરી લો.

  3. 3
  4. 4

    હવે આમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. (મિશ્રણ માં તેલ ઉમેરવાથી મસાલાનો કલર અને બાઇન્ડીગ બાફેલા બટાકા જેવું જ આવે છે)

  5. 5

    હવે રેસ્ટ આપેલા લોટ મા તેલ ઉમેરી સારી રીતે મસળી લો. ત્યાર બાદ આના એકસરખા ગોળ લુવા બનાવી લો. હવે આ લુવા ને સુકો લોટ લગાવી પૂરી જેટલી રોટલી વણી અંદર સ્ટફિંગ ભરી હળવા હાથે બધી બાજુ દબાવીને કોરો લોટ લગાવી હળવા હાથે પરાઠા વણી લો.

  6. 6
  7. 7

    હવે રોટલી ના તવા ને ગરમ કરી તેમાં બટર ગરમ કરી ઉપર પરાઠું ઉમેરી મીડીયમ ગેસ ની આંચ પર બંને બાજુ પરાઠા શેકી લો.

  8. 8

    હવે આ પરાઠા ને સરવિંગ પ્લેટ માં કાઢી પીઝા કટર થી ધાર છોડી ને ચાર બાજુ કટ લગાવી ઉપરથી પડ ખોલી દેવા. હવે આ પરાઠા ને પાપડ નો ભૂકો, ખમણેલું પ્રોસેસ ચીઝ અને ઉપર લીલી કોથમીર ભભરાવી ગાર્નિશ કરો.

  9. 9

    હવે આપણા એકદમ ચટાકેદાર ને હેલ્થી એવા સુરત ના ફેમસ મિક્સ વેજ સનફ્લાવર પરાઠા તૈયાર છે સર્વ કરવા માટે.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes