ઇમ્યુનીટી કુલ પંચ (Immunity Cool Punch Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad

આ શરબત માં મેં આદુ, પુદીનો, લીંબુ નો રસ અને મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. આદુ બ્લડ પ્રેશર અને હાર્ટ ની બીમારી માટે બહુ જ સારું છે. તો જયારે પુદીનો પેટ ની તકલીફ માટે બહુ જ સારો છે અને લીંબુ માં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કિડની સ્ટોન માટે બહુ જ સારું છે સાથે તે પાચનક્રિયા માટે પણ બહુ જ ઉપયોગી છે.
મેં અહીં સાથે મરી પાઉડર, જીરાળુ અને ગ્લુકોઝ પાઉડર નો પણ ઉપયોગ કર્યો છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે.

અત્યારે જે કોવીડ-૧૯ બીમારી છે એમાં આ શરબત બધી જ રીતે ગુણકારી છે, જે આપણા ને આ બીમારી સામે રક્ષણ આપે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કોરોના માં ડોક્ટર પણ આપણા ને આ બધી સામગ્રી નો આપણા રોજિંદા જીવન માં ઉપયોગ કરવાનું કહે છે. તો શરબત ના રૂપમાં આપણે ઉપયોગ કરીશું તો નાના બાળકો પણ ખુશી થી લેશે.

નોંધ: અહીં મેં ૨-૩ ટુકડા બરફ નો ઉપયોગ ફક્ત ફોટોગ્રાફી માટે જ કર્યો છે.

#Immunity
#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

ઇમ્યુનીટી કુલ પંચ (Immunity Cool Punch Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ ગ્લાસ
  1. ૧ ઇંચઆદુ નો ટુકડો
  2. 1મુઠી પુદીનો
  3. ૧ - ૧/૨ લીંબુ નો રસ
  4. ૧/૨ tspમરી પાઉડર
  5. ૧/૨ tbspજીરાળુ મસાલો
  6. ૩ tspખાંડ
  7. ૨ tbspગ્લુકોઝ પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૩ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આદુ અને પુદીના ને મીક્ષી માં ક્રશ કરી લો.

  2. 2

    હવે એક મોટી તપેલી માં ક્રશ કરેલું સીરપ ઉમેરો અને સાથે લીંબુ નો રસ તથા મરી પાઉડર, મીઠું, જીરાળુ મસાલો, ખાંડ અને ગ્લુકોઝ પાઉડર ને મિક્સ કરો. હવે તેમાં ૩ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લો.

  3. 3

    તૈયાર છે ઇમ્યુનીટી કુલ પંચ

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes