કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે.

કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)

#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. ઢોકળી બનાવવા
  2. 2વાટકા ચણાનો લોટ
  3. 1 ગ્લાસપાણી
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી મરચું
  7. ચપટીક હળદર
  8. ૧ નાની ચમચીરાઈ જીરું
  9. શાક બનાવવા માટે
  10. 1વાટકો છાશ અથવા તો દહીં
  11. 2 ચમચીલસણની ચટણી
  12. 1ઝીણું સમારેલું ટામેટું
  13. 1ઝીણી સમારેલી ડુંગળી
  14. 1/2 ચમચી રાઈ જીરુ
  15. ચપટીક હિંગ
  16. ૧ ચમચીલાલ મરચું
  17. 1/2 ચમચી હળદર
  18. 1/2 ચમચી ગરમ મસાલો
  19. 1/2 ચમચી ધાણાજીરૂ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 2 મોટા ચમચાતેલ
  22. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા આપણે ઢોકળી બનાવવા માટે એક કડાઈ માં બે ચમચી તેલ મૂકો પછી તેમાં રાઈ જીરું નો વઘાર કરી લસણની પેસ્ટ ઉમેરો અને એક ગ્લાસ જેટલું પાણી નાખો.

  2. 2

    હવે પાણી ઊકળે પછી તેમાં ચાળેલો ચણાનો લોટ નાખો ને હલાવો. ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવું.

  3. 3

    બે મિનિટ સુધી ઢાંકીને લોટ ચડવા દો. પછી એક થાળીમાં તેલ લગાવી તેમાં લોટને નાખી અને ઢોકળી પાથરો.

  4. 4

    હવે તેના ચોરસ ઢોકળી કરો. તૈયાર છે આપણી ઢોકળી

  5. 5

    હવે બીજી એક કડાઈમાં ૨ મોટા ચમચા તેલ લઈ તેમાં રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખીને કાંદા ટામેટા સાંતળવા.

  6. 6

    પછી તેમાં બધા જ મસાલા એડ કરો સતળાઈ ગયા બાદ તેમાં ખાટી છાશ ઉમેરો.

  7. 7

    હવે થોડીવાર ઊકડે એટલે તેમાં તૈયાર કરેલી ઢોકળીને નાખો

  8. 8

    ઉપરથી ધાણાભાજી એડ કરો તૈયાર છે આપણું કાઠીયાવાડી ઢોકળીનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

ટિપ્પણીઓ

Similar Recipes