મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આ રેસિપી મધર્સ ડે સ્પેશિયલ છે કેમકે આ ફ્રેન્કી મારા માટે બહુ સ્પેશ્યલ છે આ રેસિપી મારા મમ્મીના હાથની મને બહુ જ ભાવે છે અને હું એની પાસેથી શીખી છું આમ જોઈએ તો ફ્રેન્કી અનેક રીતે બનતી હોય છે ચાઈનીઝ પંજાબી પનીર ભુરજી ફ્રેન્કી હોય છે.અહીં આલુ ટીક્કી સાથે સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી બની છે
#MA

મુંબઈ સ્ટાઇલ સેઝવાન આલુ ટીકી ફ્રેન્કી(Mumbai Style Schezwan Aloo Tikki Frankie Recipe In Gujarati)

આ રેસિપી મધર્સ ડે સ્પેશિયલ છે કેમકે આ ફ્રેન્કી મારા માટે બહુ સ્પેશ્યલ છે આ રેસિપી મારા મમ્મીના હાથની મને બહુ જ ભાવે છે અને હું એની પાસેથી શીખી છું આમ જોઈએ તો ફ્રેન્કી અનેક રીતે બનતી હોય છે ચાઈનીઝ પંજાબી પનીર ભુરજી ફ્રેન્કી હોય છે.અહીં આલુ ટીક્કી સાથે સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી બની છે
#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબાફેલા બટાકા
  2. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. મીઠું સ્વાદનુસાર
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરું પાઉડર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 1 ચપટીહળદર
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. 2 ચમચીટોમેટો કેચપ
  11. બટર શેકવા માટે
  12. 1 બાઉલઘઉંનો લોટ
  13. મેંદાનો લોટ
  14. મીઠું સ્વાદનુસાર
  15. 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
  16. ફુદીનાની ગ્રીન ચટણી
  17. સેઝવાન ચટણી
  18. ચમચીમેંદાની સ્લરી
  19. 2 ચમચીજેટલો ફ્રેન્કી મસાલો
  20. મસાલો બનાવવા માટે
  21. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  22. 1/2 ચમચીચાટ મસાલો
  23. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  24. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  25. ચપટી મરી પાઉડર
  26. 1/2 ચમચી સંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રોટી બનાવવા માટેનો લોટ રેડી કરીશું

  2. 2

    ઘઉંનો લોટ મેંદાનો લોટ મીઠું 1 ચમચી પાણી લઈ જરૂર મુજબ મીડીયમ પરોઠા જેવો લોટ બાંધો

  3. 3

    લોટને ૨૦ મિનિટ રહેવા દો

  4. 4

    આલુ ટીક્કી બનાવવા માટે

  5. 5

    એક પેનમાં એક ચમચી બટર ગરમ કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ જીરું કોથમીર 1/2 ચમચી હળદર ૧ ચમચી લાલ મરચું પાઉડર
    ધાણાજીરું ગરમ મસાલો અને થોડું પાણી એડ કરો થોડીવાર સાંતળી લો

  6. 6
  7. 7

    ત્યારબાદ તેમાં બટેટાનો માવો એડ કરો સારી રીતે મિક્સ કરો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ઝીણી સમારેલી કોથમીર
    લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણને ઠંડું પડવા દો

  8. 8

    ઠંડુ પડે એટલે ફ્રેન્કી માટે આલુ ટીકી બનાવી લો

  9. 9

    એક બાઉલમાં એક ચમચી મેંદાનો લોટ લઇ તેમાં છ ચમચી જેટલું પાણી
    મિક્સ કરો

  10. 10

    નોન સ્ટીક પેન પર આલુ ટીકી અને મેંદાની લઇ લગાવી ને શેકી લો

  11. 11

    બંને બાજુ બટર લગાવી લગાવી શેકી લો

  12. 12

    ત્યાર બાદ એક પેનમાં મોટી રોટલી વણી શેકી લો ત્યારબાદ તેના પર સેઝવાનચટણી લગાવો આલુ ટીકી મૂકો તેના પર ઝીણી સમારેલી ડુંગળી ગ્રીન ચટણી નાખો અને ત્યારબાદ તેના પર ફ્રેન્કી મસાલો એડ કરી રોટી fold કરો

  13. 13

    ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો

  14. 14

    ઉપર ચીઝ એડ કરવું હોય તો એડ કરી ગરમ ગરમ સર્વ કરી શકાય છે તો રેડી છે મુંબઇ style આલુ ટીકી સેઝવાનફ્રેન્કી

  15. 15

    મસાલો બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં 1/2 ચમચી લાલ મરચું પાઉડર 1/2 ચમચી ચાટ મસાલો પાઉડર 1/2 ચમચી શેકેલું જીરું પાઉડર 1/2 ચમચી ધાણાજીરું પાઉડર ચપટી મરી પાઉડર 1/2 ચમચી સંચળ પાઉડર બધું સારી રીતે મિક્સ કરી લેવું તો તૈયાર છે ફ્રેન્કી ઉપર છાંટવાનો મસાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

Similar Recipes