ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરાજાપુરી કેરી
  2. 250 ગ્રામગુંદા
  3. 250 ગ્રામરાઈ ના કુરિયા
  4. 200 ગ્રામમેથી ના કુરિયા
  5. 250 - 300 ગ્રામતેલ
  6. 100 ગ્રામલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીહિંગ
  9. 5-7 નંગઆખા મરી
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બન્ને કુરિયા ને સાફ કરી તડકે તપાવી લેવા

  2. 2

    એક મોટા વાસણ મા બને કુરિયા મિક્ષ કરી તેમાં હળદર અને મીઠું ઉમેરવા.

  3. 3

    તેની પર આખા મરી ને હિંગ ભભરાવો.

  4. 4

    ત્યાર બાદ તેની ઉપર ગરમ તેલ રેડી તરત ઢાંકી દેવું.

  5. 5

    થોડી વાર બાદ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી સરખી રીતે મિક્ષ કરી લેવું.

  6. 6

    ગુંદા(ઠળિયા કાઢી ને) તથા કેરી ને હળદર તથા મીઠું માં રગદોળી ને 4-5 કલાક માટે રેવા દેવા.

  7. 7

    હવે આ ગુંદા તથા કેરી ને એક કોરા કપડાં વડે લુછી ને 4-5 કલાક માટે સુકવી દેવા.

  8. 8

    ત્યાર બાદ ઉપર તૈયાર કરેલ સંભાર ગુંદા માં ભરી લેવો તથા તેમાં કેરી ઉમેરી સરખું મિક્ષ કરી જરૂર મુજબ સંભાર અને તેલ ઉમેરી કાચ ની બરણી માં ભરી 2 દિવસ માટે રાખી મુકવું.

  9. 9

    તો તૈયાર છે ગુંદા કેરી નું ખાટુ અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes