ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

#ગોળ કેરી # વીક ૨ થીમ ર

ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)

#ગોળ કેરી # વીક ૨ થીમ ર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો ખાટી કેરી
  2. ૧ કીલો ગોળ ઝીણો સમારી ને
  3. ૧૦૦ ગ્રામ રાઈ ના કુરીયા
  4. ૫૦ થી ૬૦ ગ્રામ મેથી ના કુરીયા
  5. ૨ મોટી ચમચી ધાણા ના કુરીયા
  6. ૧ મોટી ચમચી હીંગ
  7. ૧ TBS મરી
  8. ૫૦ ગ્રામ ખારેક ના ટુકડા
  9. મીઠું
  10. ૧૫૦ થી ૨૦૦ ગ્રામ શીગ તેલ
  11. ૧૦ થી ૧૫ આખા લાલ મરચાં
  12. ૧૦૦ ગ્રામ લાલ મરચું પાઉડર
  13. ૧ મોટી ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ખાટી લેવી હુ તો લાડવા કેરી લવ છુ કેરી લઈધોઈ છોલી ટુકડા કરી ગોટલા અલગ કરી લો પછી તે માં ૩ થી ૪ ચમચી મીઠું ૧ ચમચી હળદર નાખીને મિક્સ કરી લો આખી રાત (૧૨થી ૧૪) કલાક રાખી દો આથી કે રી ની ખટાશ ઓછી થશે અને નરમ થશે પછી આ ખાટું પાણી માં થી કેરી કાઢીને ચોખ્ખા કપડા માં શુકવી દો ઘરમાં જ સકવવુ બધું પાણી સુકાઈ જાય પછી લગભગ ૬ થી ૭ કલાક થશે

  2. 2

    આ દરમિયાન અથાણાં નો મસાલો બનાવી લેવો
    તેલ ગરમ કરો બાજુમાં એક મોટી તાસ (થાળી) માં વચ્ચે હીંગ રાઈ ના કુરીયા પાથરવા એની ઉપર મેથી ના પાથરવા તેલ ગરમ થાય એટલે આ માં હીંગ ઉપર અને કુરીયા પર નાખીને તરત જ ઢાંકી દો ૨ મિનિટ પછી હલાવી મિક્સ કરી લો મરી નાખો આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં લાલ મરચું અને ખારેક ના ટુકડા નાખો

  3. 3

    આખા લાલ મરચાં ને કેરી માં થી નીકળે લા ખાટા પાણી માં આખી રાત પલાળી રાખી કપડા માં સુકવીને કોરા કરી લો

  4. 4

    હવે બનાવે લા મસાલા માં કેરી મિક્સ કરી લો ગોળ પણ મિક્સ કરી લો એક મોટા વાસણ માં ઢાંકી ને મુકો

  5. 5

    આખા લાલ મરચાં જે સુકવ્યા છે એ પણ મિક્સ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes