ગોળ કેરી વીથ ગાજરનું અથાણું

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#APR
#અથાણાં & આઈસ્ક્રીમ રેશીપી
#RB7
#માય રેશીપી બુક

ગોળ કેરી વીથ ગાજરનું અથાણું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#APR
#અથાણાં & આઈસ્ક્રીમ રેશીપી
#RB7
#માય રેશીપી બુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોકેસર કેરી
  2. ૮૦૦ ગ્રામ ગોળ
  3. ૧૦૦ ગ્રામ ખારેક
  4. ૨૦૦ ગ્રામ ગાજર
  5. ૨૫૦ ગ્રામ રાઈ ના કુરીયા
  6. ૨ ચમચીમેથીના કુરીયા
  7. ૨ ચમચીવરીયાળી
  8. ૨ ચમચીધાણા ના કુરીયા
  9. ૧ ચમચીહીંગ
  10. ૧ ચમચીહળદર
  11. ચમચા લાલ મરચું
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૨૦૦ ગ્રામ સીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખારેક અને ગાજર ને કેરીના ખાટા પાણી માં એક રાત રાખી બીજા દિવસે સવારે પાણી નીતારી કપડાં પર પંખા નીચે સુકવી દો.

  2. 2

    કેરીની છાલ ઉતારી કટકા કરી તેમાં હળદર, મીઠું નાખી મીક્સ કરી ૧ કલાક રહેવા દો.બાદ પાણી નીચોવી ખાંડ નાખી થોડી વાર હલાવો જેથી ખાંડ ઓગળી જાય એટલે તેમાં ખારેક, ગાજર ઉમેરી મીક્સ કરી એક રાત ઢાંકી દો, બીજા દિવસે સવારે ફરી એકવાર હલાવી લો અને જો બધી જ ખાંડ ઓગળી ગઈ હોય તો આ વાસણ ઉપર સફેદ કોટન નું કપડું બાંધી તડકામાં 4 થી 5 દિવસ રાખવું, રોજ તડકામાં મુકતાં પહેલાં એક વખત ચમચા થી હલાવી લેવું,સાંજે લઈ લેવું અને હલાવી લેવું 4 - 5 દિવસ પછી ખાંડ ની ચાસણી એકદમ ઘટ્ટ થઈ જશે.

  3. 3

    હવે મસાલા માટે એક વાસણમાં રાઈ ના કુરીયા, મેથીના કુરીયા, અધકચરી વરીયાળી,ધાણા ના કુરીયા, હળદર, મીઠું મીક્સ કરી વચ્ચે હીંગ મુકી ઉપર ગરમ તેલ રેડી ઢાંકી દો જેથી વઘાર સરખો થઈ જાય બાદ મીક્સ કરી આખી રાત રહેવા દો જેથી સાવ ઠંડુ થઈ જાય બાદ બીજા દિવસે તેમાં લાલ મરચું મીક્સ કરી બનાવેલું કેરી,ગાજરવાળું મીશ્રણ મીક્સ કરી દો અને બધું જ એકસરખું મીક્સ કરી બરણીમાં ભરી લો, તો તૈયાર છે ગોળ કેરી ૩-૪ દિવસ પછી ખાવા માટે ઉપયોગ માં લઇ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes